No Confidence Motion Debate: 'કોગ્રેસ સપના બતાવતી હતી, ભાજપ સપના સાકાર કરે છે', અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્મલા સીતારમણે કર્યા આકરા પ્રહારો
No Confidence Motion Debate: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વિપક્ષોની આકરી ટીકા કરી હતી.
![No Confidence Motion Debate: 'કોગ્રેસ સપના બતાવતી હતી, ભાજપ સપના સાકાર કરે છે', અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્મલા સીતારમણે કર્યા આકરા પ્રહારો No Confidence Motion Debate: Finance Minister Nirmala Sitharaman spoke against the no-confidence motion in Lok Sabha No Confidence Motion Debate: 'કોગ્રેસ સપના બતાવતી હતી, ભાજપ સપના સાકાર કરે છે', અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્મલા સીતારમણે કર્યા આકરા પ્રહારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/10/e3eab7f2f3491e81f6590f86289ac2f5169165849025674_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
No Confidence Motion Debate: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (10 ઓગસ્ટ, 2023) મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છે, અમારા અને તમારામાં આ જ ફરક છે.
#WATCH | No Confidence Motion discussion | Union FM Nirmala Sitharaman says, "Words like 'banega, milega' are not in use anymore. What are the people using these days? 'Ban gaye, mil gaye, aa gaye'. During UPA, people said 'Bijli aayegi', now people say 'Bijli aa gayi'. They said… pic.twitter.com/SLVPqbBOlL
— ANI (@ANI) August 10, 2023
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે '2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની ટોચની પાંચ નબળી અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ કર્યું હતું. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઉચ્ચ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે. માત્ર 9 વર્ષમાં અમારી સરકારની નીતિઓને કારણે અર્થવ્યવસ્થામાં સુધારો થયો અને કોવિડ હોવા છતાં આર્થિક વૃદ્ધિ થઈ છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
‘બનશે, મળશે જેવા શબ્દો પ્રચલિત હતા’
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે ભારત તેના ભાવિ વિકાસને લઈને આશાવાદી અને સકારાત્મક બંને છે, ભારતને પ્રગતિના પંથે આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. બનશે, મળશે જેવા શબ્દો હાલમાં પ્રચલિત નથી. લોકો આ દિવસોમાં બની ગયું, મળી ગયું જેવા શબ્દો બોલી રહ્યા છે.
યુપીએના કાર્યકાળમાં લોકો કહેતા હતા કે વીજળી આવશે, હવે લોકો કહે છે કે વીજળી આવી ગઈ છે. તેમણે કહ્યું કે ગેસ કનેક્શન મળશે, હવે તેમને ગેસ કનેક્શન મળી ગયું છે. તેમણે કહ્યું કે એરપોર્ટ બનશે, હવે એરપોર્ટ બની ગયું છે. અમારા અને કોંગ્રેસમાં તફાવત એ છે કે કોંગ્રેસ સપના બતાવે છે અને ભાજપ લોકોના સપના સાકાર કરે છે.
No Confidence Motion discussion | "Transformation comes through actual delivery, and not through spoken words. You show dreams to people. We make their dreams a reality. We believe in empowering all and appeasement of none," FM Nirmala Sitharaman says pic.twitter.com/Awz4Fx4WVa
— ANI (@ANI) August 10, 2023
સીતારમને 1989ની ઘટનાને યાદ કરી
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે "હું એ વાતથી સહમત છું કે મણિપુર, દિલ્હી, રાજસ્થાન - ક્યાંય પણ મહિલાઓની વેદનાને ગંભીરતાથી લેવી જોઈએ. ત્યાં કોઈ રાજકારણ ન થવુંવું જોઈએ પરંતુ આ ગૃહમાં દ્રૌપદીની વાત હતી, હું ગૃહને 25 માર્ચ 1989ના રોજ તમિલનાડુ વિધાનસભામાં બનેલી એક ઘટનાની યાદ અપાવવા માંગુ છું."
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે , " ત્યારે તેઓ (જયલલિતા) સીએમ બન્યા ન હતા. તમિલનાડુની વિધાનસભામાં જયલલિતાની સાડી ખેંચાઈ હતી. તેઓ વિપક્ષના નેતા હતા. જ્યારે તે પવિત્ર ગૃહમાં તેમની સાડી ખેંચવામાં આવી ત્યારે શાસક ડીએમકેના સભ્યોએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમના પર હસી રહ્યા હતા. તમે તેમનું અપમાન કર્યું હતું.
સીતારમણે કહ્યું હતું કે "તે દિવસે જયલલિતાએ શપથ લીધા હતા કે જ્યાં સુધી તેઓ સીએમ નહીં બને ત્યાં સુધી તેઓ ક્યારેય ગૃહમાં નહીં આવે. બે વર્ષ પછી તેઓ તમિલનાડુના સીએમ તરીકે પાછા ફર્યા. જે લોકોએ ગૃહમાં મહિલાની સાડી ખેંચી હતી અને તેમના પર હસી રહ્યા હતા આજે તેઓ દ્રૌપદી વિશે વાત કરી રહ્યા છે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)