શોધખોળ કરો
રાશનકાર્ડ e-KYC ના નામે છેતરપિંડી, લિંક પર ક્લિક કરતા જ ખાતું થઈ જશે ખાલી!
રાશનકાર્ડ e-KYC ના નામે છેતરપિંડી, લિંક પર ક્લિક કરતા જ ખાતું થઈ જશે ખાલી!
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારત સરકાર દ્વારા ઓછા ભાવે મફત રાશન પૂરું પાડવામાં આવે છે. સરકાર દેશના કરોડો લોકોને રાશન સુવિધાનો લાભ આપે છે. આ સુવિધા મેળવવા માટે રેશનકાર્ડ હોવું જરૂરી છે. રાશનકાર્ડ ઈ-કેવાયસી પણ ખૂબ જ જરુરી છે.
2/6

ભારત સરકારે રેશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ હવે લોકો સાથે e-KYC ના નામે છેતરપિંડી થઈ રહી છે. છેતરપિંડી કરનારાઓ રેશનકાર્ડ ધારકોને ફોન કરીને રેશનકાર્ડ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ બંધ કરવાની ધમકી આપી રહ્યા છે.
3/6

મોબાઈલ પર લિંક મોકલે છે અને ક્લિક કરીને e-KYC પૂર્ણ કરવાનું કહે છે, નહીં તો રાશનકાર્ડ રદ કરવામાં આવશે તેવી ધમકી મળે છે. લોકો તે લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ જાય છે અને ફોન વિશેની બધી માહિતી છેતરપિંડી કરનાર સુધી પહોંચે છે. આનો ઉપયોગ કરીને તે બેંક ખાતું ખાલી કરે છે.
4/6

જ્યારે પણ તમને રેશનકાર્ડનું eKYC કરાવવા માટે આવો ફોન આવે છે. તો સમજો કે આ એક છેતરપિંડી છે કારણ કે સરકાર વતી આવા કોલ કોઈને કરવામાં આવતા નથી.
5/6

કોઈ સરકારી અધિકારી ક્યારેય આવી કોઈ લિંક મોકલતા નથી. જો કોઈ તમને આ રીતે ફોન કરે અને લિંક મોકલે છે તો તરત જ તેનો નંબર બ્લોક કરો અને સાયબર ક્રાઈમ પોર્ટલ પર તેના વિશે ફરિયાદ કરો.
6/6

જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરો છો, તો તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. હેકર્સ રાશનકાર્ડ કેવાયસીના નામે ફ્રોડ કરી રહ્યા છે.
Published at : 24 Mar 2025 02:10 PM (IST)
આગળ જુઓ





















