(Source: ECI/ABP News/ABP Majha)
કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કેટલો યોગ્ય, જાણો શું કહે છે એક્સપર્ટ
coronavirus:ડો. વી. કે પાલે કહ્યું, આપણે યાદ રાખવું જોઇએ કે,. જ્યારે આપણે બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું, તો આ સ્થિતિમાં એ લોકો માટે વાયરસથી થતાં જોખમ પર વિચાર કરવો જોઇએ. જેમણે માત્ર એક જ ડોઝ લીધો છે. જો કે આ નિર્ણયનો એક ફાયદો છે. જેમાં વધુ લોકોએ એક ડોઝ મળી શકશે. જેના કારણે કોરોના સામે લડવામાં વધુ મદદ મળશે.
coronavirus:ડો. વી. કે પાલે કહ્યું, આપણે યાદ રાખવું જોઇએ કે,. જ્યારે આપણે બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું, તો આ સ્થિતિમાં એ લોકો માટે વાયરસથી થતાં જોખમ પર વિચાર કરવો જોઇએ. જેમણે માત્ર એક જ ડોઝ લીધો છે. જો કે આ નિર્ણયનો એક ફાયદો છે. જેમાં વધુ લોકોએ એક ડોઝ મળી શકશે. જેના કારણે કોરોના સામે લડવામાં વધુ મદદ મળશે.
દેશમાં કોરોના આંકડામાં કમી જોવા મળી રહી છે. તો બીજી બાજુ વેક્સિનેશન અભિયાન પણ તેજ ચાલી રહ્યું છે. હાલ કોરોના સામે આપવામાં આવી રહેલ કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ વચ્ચે અંતર વધારવામાં આવ્યું છે. જેને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જો કે અધ્યયન રિપોર્ટના તારણમાં એવી ભલામણ કરાઇ છે કે, કોરોનાની જુદા જુદા વેરિયન્ટ સામે સફળ લડત આપવા માટે બંને ડોઝનું અંતર ઘટાડવું જોઇએ.
આ બધા વચ્ચે નિતી આયોગના સદસ્ય ડો. વીકે પાલ આશ્વાસન આપતાં કહ્યું કે, કોવિશીલ્ડની બંને ડોઝના અંતરમાં હાલ કોઇ ફેરફાર કરવાની જરૂર નથી. આ મુદ્દે ચિંતત થવાની જરૂર નથી. જો કે તાત્કાલિક સ્વિચઓવરની જરૂરત હોય કે બંને ડોઝની વચ્ચે અંતરાલમાં ફેરફારની જરૂરિયાત ઉભી થશે તો બધા જ નિર્ણય સાવધાનીથી કરાશે. તેમણે કહ્યું કે, જ્યારે બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું ત્યારે એ લોકોના જોખમ પર વિચાર કરવાની જરૂર હતી જેમને માત્ર એક જ ડોઝ લીધો છે. જો કે ડોકટર પાલે કહ્યું કે, અંતર વધારવાથી વધુ લોકોને કોવિશીલ્ડની એક ડોઝ આપી શકાશે.
ડોક્ટર પાલે કહ્યું કે, નેશનલ ટેકિનિકલ સલાહકાર સમૂહ (NTAGI)માં એવા લોકો સામેલ છે. જે ડબલ્યુએચઓની પેનલ અને સમિતિઓનો હિસ્સો રહેશે. એવી સ્થિતિમાં જ્યારે ગ્લોબલ અને નેશનલ રસીકરણ ના કાર્યક્રમોની વાત આવે છે. તો NTAGIને માનક માનવામાં આવે છે. જેથી તેના નિર્ણયનું સન્માન કરવું જોઇએ.
તેમણે કહ્યું કે, કોરોનાની બંને ડોઝના અંતરાલ પર NTAGI ફરી નિર્ણય કરે તો તે ઉત્તમ રહેશે. ડો પોલે કહ્યું કે. યૂકેમાં 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું છે. જો કે આપણી પાસે ઉપલબ્ધ આંકડા અનુસાર આપણે તે સમયે આ સુરક્ષિત ન હતું માન્યું. આ સ્થિતિમાં ઉત્તમ એ રહેશે કે. આ મુદ્દે ફેરબદલ કરવાનો નિર્ણય વૈજ્ઞાનિક મંચને જ સોંપવામાં આવે અને તેના નિર્ણયનું સન્માન કરવામાં આવે.