શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સેક્સ્યુઅલ એટેકના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોઃ બળજબરીથી સ્પર્શ કરાય એ સેક્સ્યુઅલ એટેક ગણાય કે નહીં ?
બોમ્બે હાઈકોર્ટમાં સેક્સ્યુઅલ એટેકના એક આરોપીની અરજીની સુનાવણી થઈ રહી છે. 2016માં તેના પર એક સગીરાનું યૌન શોષણ કરવાનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
નાગપુરઃ સેક્સ્યુઅસ હેરેસમેન્ટના કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, ફક્ત બળજબરીથી સ્પર્શ કરવામાં આવે તેને સેક્સ્યુઅલ એટેક ના કહેવાય. સેક્સ્યુઅલ એટેક અંગેના કાયદાની સમીક્ષા કરતાં હાઈકોર્ટે કહ્યું છે કે, સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ થયો હોય તો જ સેક્સ્યુઅલ એટેક કહેવાય.
સેક્સ્યુઅલ એટેકના કેસની સુનાવણી કરતાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે, સેક્સના ઈરાદાથી સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થયો હોય તો જ એ સેક્સ્યુઅલ એટેક ગણાય.
બોમ્બે હાઈકોર્ટમાં સેક્સ્યુઅલ એટેકના એક આરોપીની અરજીની સુનાવણી થઈ રહી છે. 2016માં તેના પર એક સગીરાનું યૌન શોષણ કરવાનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, ફક્ત સગીરાને સ્પર્શ કરવો તે સેક્સ્યુઅલ એટેક નહીં ગણાય. સેક્સ્યુઅલ એટેક ત્યારે જ ગણાશે, જ્યારે આરોપી પીડિતાના કપડાં હટાવીને કે કપડાંમાં હાથ નાંખીને શારીરિક સ્પર્શ કરે.
આ આરોપીને 12 વર્ષીય સગીરાની છાતી પર સ્પર્શ કરીને છેડતી કરવા બદલ સેક્સ્યુઅલ એટેકનો દોષિત ઠેરવીને સજા સંભળાવાઈ હતી. સિંગલ જજની બેન્ચે આરોપીની સજામાં ફેરફાર કરીને તેને પોક્સો એક્ટની કલમ 8 હેઠળ નિર્દોષ જાહેર કર્યો હતો પણ બીજા આરોપો હેઠળ આરોપીને ત્રણેક વર્ષની સજા મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion