Noida News: નોઇડામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં લાગી આગ, 2 લોકોના મોત, 4ને ઇજા
Noida: નોઈડાની એક ઝૂંપડપટ્ટીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 4 લોકોને ઇજા પહોંચી છે.
Noida News: નોઈડાના પોલીસ સ્ટેશન ફેઝ-1 હેઠળના સેક્ટર-8માં રવિવારે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો.નોઇડામાં આવેલી એક ઝૂંપડપટ્ટીના એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી જેમાં જેમાં 12 વર્ષનો છોકરો અને 12 દિવસની છોકરી દાઝી ગયા હતા. સાથે જ પરિવારના અન્ય 4 સભ્યો પણ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં હાજર તબીબે 12 વર્ષના છોકરા અને 12 દિવસની છોકરીને મૃત જાહેર કર્યા હતા જ્યારે બીજા અન્ય 4ની સારવાર શરૂ કરી હતી
નોઇડામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં લાગી આગ
આગ લાગવાનું કારણ પ્રાથમિક તપાસમાં પોલીસે ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાનું જણાવ્યું હતું. પોલીસને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે સેક્ટર 8માં પાવર હાઉસની નજીક જેજે કોલોનીમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. આ અંગે ઈન્ચાર્જ ઈન્સપેક્ટર પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની ઓળખ રિઝવાન ઉંમર 37 વર્ષ, શબાના ઉંમર 32 વર્ષ, અહાદ ઉંમર 6 વર્ષ, રેહાન ઉંમર 12 વર્ષ, અરિવા ઉંમર 12 દિવસ અને નિશા ઉંમર 20 વર્ષ તરીકે થઈ છે.
દુર્ઘટનામાં બેના મોત, 4ને ઇજા
ઘાયલોને જિલ્લા હોસ્પિટલ નિથારી લઈ જવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોએ રેહાન અને અરિવાને મૃત જાહેર કર્યા છે. અન્ય ઘાયલોની ગંભીર હાલતને કારણે તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે. બીજી તરફ સંબંધી ફૈઝાને આપેલી માહિતીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Turkiye Earthquake: જોકો રાખે સાંઇયાં.... તુર્કીમાં કુદરતી ચમત્કાર, 128 કલાક બાદ કાટમાળમાંથી મળ્યું જીવિત બાળક
Turkiye Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બરબાદી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
તુર્કી ભૂકંપના લગભગ 128 કલાક બાદ બે મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
128 કલાક બાદ બાળક જીવતો મળ્યો
તુર્કીમાં બચાવ કાર્ય દરમિયાન 'જાકો રખે સાઇયા ઉસે માર સકે ના કોઈ' કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીના હટેમાં શનિવારે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.
તુર્કીમાં ભૂંકપની ભયાવહતા વચ્ચે ચમત્કાર
તુર્કીના મીડિયા અનુસાર, ભૂકંપના પાંચ દિવસ બાદ બચાવી લેવામાં આવેલા લોકોમાં બે વર્ષની બાળકી, છ મહિનાની ગર્ભવતી મહિલા અને એક 70 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લાખો લોકો બેઘર બન્યા છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
ભારત સહિત વિશ્વભરના બચાવકર્મીઓની ટીમો તુર્કી અને સીરિયામાં રાહત કાર્યમાં લાગેલી છે. હજારો બચાવકર્મીઓ કડકડતી ઠંડીમાં કાટમાળની નીચે જિંદગીની તલાશમાં લાગી ગયા ઠેય આ ભયંકર આફતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને તેઓને હવે મદદની સખત જરૂર છે. અસરગ્રસ્ત લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી રહ્યા છે.