
ઓક્સિજનની અછત દૂર કરવા મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે
કોરોના સંક્રમણથી વધારે પ્રભાવિત એવા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન- આ રાજ્યોમાં ઓક્સિજન (Oxygen)ની જરૂર વધારે છે.

કોરોનાના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે હેતુસર મોદી સરકારે ઓદ્યોગિક હેતુસર વપરાતા ઓક્સિજન પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે મોદી સરકારના ઉદ્યોગો પરનો પ્રતિબંધ 22 એપ્રિલથી લાગુ પડશે.
ખાસ કરીને કોરોના સંક્રમણથી વધારે પ્રભાવિત એવા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન- આ રાજ્યોમાં ઓક્સિજન (Oxygen)ની જરૂર વધારે છે.
રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો તથા ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા અને તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી અને યુપીની સ્થિતિ જોતા, કેન્દ્ર સરકારની પેનલે ઓદ્યોગિક ઓક્સિજન સપ્લાયની સમિક્ષા કરી અને તેમાં ઓદ્યોગિક ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ મૂકવાનું જરુરી લાગતા 22 એપ્રિલ પછી ઓદ્યોગિક ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ લાગુ પડી જશે.
સરકારે 9 ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય આપવાનું ચાલુ રાખ્યું છે એટલે કે 9 ઉદ્યોગોને અવિરત ઓક્સિજન મળતો રહેશે. જે 9 ઉદ્યોગોને વિશેષ છૂટ મળી છે તેમાં દવાની બોટલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ રિફાઈનરીઝ, સ્ટીલ પ્લાન્ટ, પરમાણુ ઉર્જા પ્લાન્ટ, ઓક્સિજન સિલિન્ડર નિર્માણ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ખાદ્ય અને જળ શુદ્ધિકરણ, પ્રોસેસ્ડ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 50 લાખ 61 હજાર 919
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821
- કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329
- કુલ મોત - 1 લાખ 78 હજાર 769
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
