શોધખોળ કરો
Advertisement
ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ ફોનને સરળતાથી શોધી શકાશે, દિલ્હીમાં શરૂ થઈ નવી સેવા
આ વેબપોર્ટલની પાયલટ પ્રોજેક્ટ તરીકે મુંબઈમાં શરૂઆત કરી હતી. જેને સફળતા મળ્યા બાદ હવે દિલ્હીમાં શરૂઆત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે ચોરી થયેલા મોબાઇલને બ્લોક અને ટ્રેક કરતા વેબપોર્ટલની શરૂઆત રાજધાની દિલ્હીમાં કરાવી હતી. હવે તો કોઇપણ મોબાઇલ ફોન ચોરી થાય કે ખોવાઇ જાય તો તેને ટ્રેક કરવા માટેની જાણકારી પોલીસને આપી શકો છો. આ વેબપોર્ટલની પાયલટ પ્રોજેક્ટ તરીકે મુંબઈમાં શરૂઆત કરી હતી. જેને સફળતા મળ્યા બાદ હવે દિલ્હીમાં શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટનો હેતુ ફોન ચોરીની ઘટનામાં ઘટાડો કરવા અને ચોરી થયેલા મોબાઇલ ફોનને તમામ મોબાઇલ નેટવર્ક પર બ્લોક કરવાનો છે. એટલું જ નહીં ખોવાયેલા તથા ચોરી થયેલા મોબાઇલ ફોનનો IMEI નંબર દ્વારા ટ્રેક કરીને તેની ભાળ મેળવી શકાય છે. મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, દેશની ઔદ્યોગિક અને ડિજિટલ પ્રગતિ જોતા મોબાઇલ ફોનની સુરક્ષા જરૂરી છે.
ચોરી થયેલો ફોન આ રીતે બોલ્ક કરાવી શકો છો
જો તમારો ફોન ચોરી થયો હોય તો સૌથી પહેલા પોલીસમાં ફરિયાદ કરવાની રહેશે. ફરિયાદની એક કોપી તમારી પાસે જરૂર રાખો. ત્યારબાદ તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની મદદથી નવું સિમ કાર્ડ માટે અરજી કરો, નવું સીમ કાર્ડ જૂના નંબર માટે જ લો.
આ વેબ પોર્ટલ ઉપર અરજી કરતા પહેલા તમારે પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જરૂરી છે. જેમા પોલીસ ફરિયાદની એક કોપી, ઓળખ પત્ર, જો તમારી પાસે મોબાઈલનું બીલ હોય તો તે પણ જરૂરી છે. ત્યારબાદ તમારે આ વેબલાઈટ ઉપર જઈને એક રજિસ્ટ્રેશન નંબર ભરવાનો રહેશે જેમાં IMEIને બ્લોક કરી શકાય. આ સાથે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવા પડશે.
જ્યારે તમે આ ફોર્મને સબમીટ કરશો ત્યારે તમને એક રિક્વેસ્ટ આઈડી મળશે. આ આઈડીની મદદથી તમે તમારા રિક્વેસ્ટ સ્ટેટસ અંગે જાણી શકશો. તમે આની મદદથી જ ભવિષ્યમાં IMEI નંબરને અનબ્લોક કરી શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion