શોધખોળ કરો
Advertisement
બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC
ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે.
કોલકાતાઃ નાગરિકતા સંશોધન કાદાને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે કહ્યું કે, હવે એનઆરસીને દેશમાં લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ ભાજપે બંગાળી ભાષામાં બુકલેટ જારી કરી આ વિશે જાણકારી આપી છે. પ. બંગાળ ભાજપ તરફથી 23 પાનાની એક બુકલેકમાં અનેક સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. બુકલેટ જારી કરવા પાછળનું કારણ એ છે કે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને લોકોની વચ્ચે ફેલાયેલ ભ્રમને દૂર કરવામાં આવશે.
વાલના અંદાજમાં બુકલેટમાં પુછવામાં આવ્યું છે કે, શું હવે પછી એનઆરસી લાવવામાં આવશે? તેની કેટલી જરૂરત છે? અને એનઆરસી આવવા પર શું અસમની જેમ જ હિન્દુઓને ડિટેંશન સેન્ટરમાં જવું પડશે? જેવા અનેક સવાલ છે.
NRCને કારણે હિંદુઓએ ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે.
આ સવાલના જવાબમાં કહ્યું છે કે-
- એનઆરસી લાગુ કરવામાં આવશે.
- કેન્દ્ર સરકાર એનઆરસી લાગુ કરવા માગે છે.
- એનઆરસી લાગુ થાય તો કોઈપણ હિંદુઓને ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે.
- સીએએ કાયદાની જેમ જ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે.
બંગાળ ભાજપે કહ્યું કે, હિંદુ ધર્મના કોઈ વિદેશી વ્યક્તિને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં નહીં આવે. સરકાર તેના માટે સીએએ દ્વારા ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો કાઢ્યો છે.
ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે.
આ પહેલા વિપક્ષના આરોપને લઈને પીએમ મોદીએ રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરતાં નાગરિકતા કાયદા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને પોતાનો મત સ્પષ્ટ રાખ્યો હતો.
રામલીલા મેદાનમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરાતં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, એનઆરસી લાગુ કરવામાં નહીં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement