પંજાબમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ, દિવાળી પહેલા AAP સરકારનો મોટો નિર્ણય
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબને વચન આપ્યું હતું કે અમે પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું. આજે ભગવંત માન એ આ વચન પૂરું કર્યું છે.
દિવાળી પહેલા પંજાબની ભગવંત માન સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હકીકતમાં, કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબને વચન આપ્યું હતું કે અમે પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું. આજે ભગવંત માન એ આ વચન પૂરું કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબના તમામ કર્મચારીઓને અભિનંદન. નવી પેન્શન યોજના અયોગ્ય છે. સાથે જ કહ્યું કે સમગ્ર દેશમાં ફરીથી OPS લાગુ કરવામાં આવે.
हमने पंजाब को वादा किया था कि पंजाब में Old Pension Scheme लागू करेंगे। आज @BhagwantMann जी ने वादा पूरा किया। पंजाब के सभी कर्मचारियों को बधाई। New Pension Scheme नाइंसाफ़ी है। पूरे देश में वापिस OPS लागू होनी चाहिए
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 21, 2022
HP और गुजरात की जनता मौक़ा देगी तो वहाँ भी OPS लागू करेंगे https://t.co/0pSZlks7ls