Sushil Kumar Arrested: ઓલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન સુશીલ કુમારની ધરપકડ, એક લાખનું હતું ઈનામ
દિલ્હી પોલીસે જાણકારી આપી કે ઈન્સ્પેક્ટર શિવકુમાર, ઈન્સ્પેક્ટર કર્મબીર અને એસપી ઉત્તર સિંહની નેતૃત્વ હેઠળની ટીમે તેની દિલ્હીના મુંડકાથી ધરપકડ કરી હતી. આ પહેલા રોહિણી કોર્ટે મંગળવારે સુશીલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
નવી દિલ્હીઃ છત્રસાલ સ્ટેડિયમમાં બે જુથો વચ્ચેની લડાઈમાં 23 વર્ષીય પહેલવાન સાગર રાણાની હત્યા બાદ ફરાર થઈ ગયેલા ઓલંપિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સુશીલ કુમાર પર પોલીસે એક લાખનું ઈનામ રાખ્યું હતું. સુશીલ ઉપરાંત અજયની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે તેની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસે જાણકારી આપી છે ઈન્સ્પેક્ટર શિવકુમાર, ઈન્સ્પેક્ટર કર્મબીર અને એસપી ઉત્તર સિંહની નેતૃત્વ હેઠળની ટીમે તેની દિલ્હીના મુંડકાથી ધરપકડ કરી હતી. આ પહેલા રોહિણી કોર્ટે મંગળવારે સુશીલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
હત્યા મામલે આરોપી પહેલવાન સુશીલ કુમારની ધરપકડ માટે પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત અનેક રાજ્યોમાં છાપા માર્યા હતા. દિલ્હીમાં અનેક ઠેકાણા પર છાપા મારવામાં આવ્યા હતા તેમ છતાં તેની કોઈ ભાળ મળી નહોતી.
દિલ્હી પોલીસે ફરાર થઈ ગયેલા સુશીલ કુમાર અંગે માહિતી આપનારને એક લાખના ઈનામની જાહેરાત કરી હતી. જ્યારે સુશીલની સાથે ફરાર થઈ ગયેલા અજય પર પણ પોલીસે 50 હજારનું ઈનામ રાખ્યું હતું. પોલીસે બંને સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ કેમ બને છે હાર્ટ એટેકનો ભોગ ? હાર્ટ એટેકેથી બચવા માટે શું કરવું જોઈએ ?