રશિયા-યૂક્રેન યુદ્ધને લઇને ફરી એકવાર UNSCમાં થયુ વૉટિંગ, ભારતે કોનો લીધો પક્ષ ને શું કર્યુ, જાણો વિગતે
1982 પછી પ્રથમ વખત UNSC આ મામલો ખાસ ઈમરજન્સી સત્ર માટે યુએનજીએને મોકલવામાં આવ્યો છે.
રશિયા-યૂક્રેન યુદ્ધઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) યૂક્રેન પર UNGAમાં ઇમર્જન્સી વિશેષ સત્ર બોલાવવાનો ફેંસલો કર્યો છે. આ સંબંધમાં 15 સભ્ય દેશોમાંથી 11 એ પક્ષમાં મતદાન કર્યુ જ્યારે માત્ર રશિયાએ આની વિરુદ્ધમાં મતદાન કર્યુ. ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાતે મતદાનમાં ભાગ ના લીધો
ઉલ્લેખનીય છે કે, અમેરિકન સમયાનુસાર UNGA ના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ 28 ફેબ્રુઆરી 2022ની સવારે 10 વાગે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં મહાસભાના 11માં વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે. આ પહેલા 1950 થી અત્યાર સુધી મહાસભાના આવા માત્ર 10 સત્ર જ આયોજિત કરવામાં આવ્યા છે.
1982 પછી પ્રથમ વખત UNSC આ મામલો ખાસ ઈમરજન્સી સત્ર માટે યુએનજીએને મોકલવામાં આવ્યો છે. યુક્રેન સંકટ પર હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઇમરજન્સી વિશેષ સત્રમાં ચર્ચા કરવામાં આવશે. રસપ્રદ છે કે 1950 થી સામાન્ય સભાના આવા માત્ર 10 સત્રો બોલાવવામાં આવ્યા છે.
#WATCH | India's Permanent Rep to UN, TS Tirumurti, speaks at the UNSC meeting on #RussiaUkraineConflict, says, "we continue to be deeply concerned about the safety & security of the Indian nationals including a large number of Indian students who are still stranded in Ukraine." pic.twitter.com/ZXoWcsv07Z
— ANI (@ANI) February 27, 2022
ભારતે શું કહ્યું-
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિએ કહ્યું કે, સીમા પારથી સંઘર્ષ અને અનિશ્ચિત સ્થિતિઓથી અમારી નિકાસ પ્રયાસો પર પ્રભાવ પડ્યો છે. આ માનવીય આવશ્યકતા છે જેને સંબોધિત કરવી જોઇએ. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા અમે આજે મતદાનથી ખુદને બહાર રાખવાનો ફેંસલો કર્યો છે. ટીએસ તિરુમૂર્તિએ યૂક્રેન પર યુએનએસસીની બેઠકમાં કહ્યું – અમે હિંસા અને દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરવાની અમારા પ્રણને ફરી પુનરાવર્તન કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે બેલારુસ સરહદ પર મંત્રણા કરવા માટે બંને પક્ષો દ્વારા આજે કરાયેલી જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. અમે મોટી સંખ્યામાં યૂક્રેનમાં હજુ પણ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે ચિંતીત છીએ.
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે