યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે
અનાસ્તાસિયા લેનાએ લોકો અને સેનાના મનોબળની પ્રસંશા કરી, તેને નાટો દેશોન પણ યૂક્રેનમાં એન્ટ્રી લઇને રશિયા સામે લડવાની અપીલ કરી હતી.
![યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે Ukrainian model Anastasiia Lenna join Ukrainian army and want to fight against Russia યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/1ca875e0ae20731e75fd5f2f9146e056_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ હવે મોટી અને વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. રશિયાએ યૂક્રેનના મોટા ભાગના શહેરોને તબાહ કરી દીધા છે. રશિયન સેના સામે યૂક્રેનીયન સેના જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ નાગરિકોને પણ રશિયા સામે હથિયાર ઉઠાવવાનુ કહી દીધુ છે. ત્યારે હવે યૂક્રેનની બ્યૂટી ક્વીન ગણાતી પૂર્વ મિસ ગ્રાન્ડ યૂક્રેન અનાસ્તાસિયા લેનાએ પણ જંગના મેદાનમાં એન્ટ્રી લઇ લીધી છે. બ્યૂટ ક્વીન અનાસ્તાસિયા લેના દેશની સેનામાં સામેલ થઇ ગઇ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર હથિયારોની સાથે તસવીરો શેર કરી છે.
કોણ છે અનાસ્તાસિયા લેના -
અનાસ્તાસિયા લેનાને 2015માં 24 વર્ષની ઉંમરમાં મિસ ગ્રાન્ડ યૂક્રેનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, પરંતુ હવે મૉડલે યૂક્રેનની રક્ષા માટે ખુદને યુદ્ધના મેદાનમાં ઉતારવાનો ફેંસલો કર્યો છે. ગ્લેમરસ કપડાંમાં દેખાતી મૉડલને હવે સેનાની વર્દી અને હથિયારોની સાથે દેખી શકાય છે.
અનાસ્તાસિયા લેના યૂક્રેનની સેનામાં સામેલ થયા પહેલા તે તુર્કીમાં પબ્લિક રિલેશન મેનેજર તરીકે કામ પણ કરી ચૂકી છે. તે પહેલા પણ હથિયારોની સાથે જોવા મળી છે. પરંતુ તે નકલી હથિયારો હતા. હવે તે હીકકતમાં હથિયારધારી બની ગઇ છે. અનાસ્તાસિયા લેના બ્યૂટી ક્વીન હોવાની સાથે સાથે કીવમાં સ્લાવિસ્ટિક યૂનિવર્સિટીમાંથી માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યૂએશન પણ કર્યુ છે. તે લોકોને રશિયન વિરુદ્ધ ઉભા થવા માટે આહવાન પણ કરી રહી છે.
ઇન્સ્ટાગ્રામ અને સ્નપચેટ પર અનાસ્તાસિયા લેનાની તસવીરોમાં તેને સૈન્ય સામાન સાથે જંગલો અને ઇન્ડૉર ટ્રેનિંગમાં પ્રેક્ટિસ કરતી દેખી શકાય છે. તે હવે પોતાના આ અનુભવને જંગના મેદાનમાં ઉપયોગ કરશે.
View this post on Instagram
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જ યૂક્રેન પર હુમલો કરવાનો આદેશ આપી દીધો હતો. ત્યારબાદ દેશના કેટલાય સેલેબ્સ અને નાગરિકો રશિયા સામે લડવા માટે તૈયાર થઇ ગયા હતા. જેમાં અનાસ્તાસિયા લેના પણ સામેલ છે. શનિવારે અનાસ્તાસિયા લેનાએ ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ પ્રકારની દેશભક્તિની કન્ટેન્ટને શેર કરી. સાથે જ યુદ્ધની તસવીરો પણ શેર કરી હતી. તેને રશિયન સૈનિકોને ચેતાવણી પણ આપી.
અનાસ્તાસિયા લેનાએ લોકો અને સેનાના મનોબળની પ્રસંશા કરી, તેને નાટો દેશોન પણ યૂક્રેનમાં એન્ટ્રી લઇને રશિયા સામે લડવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)