રાશનકાર્ડ ધારકોના ફાયદા માટે દેશભરમાં લાગુ થઇ આ ખાસ સુવિધા, મળશે આ મોટી રાહત
આ માટે કાર્ડધારકોને બાયૉમેટ્રિક પ્રમાણીકરણ (Biometric Authentication) ની સાથે જ હાલના રાશન કાર્ડનો ઉપયોગ કરવો પડશે
નવી દિલ્હીઃ Ration Card Portability System રાશન કાર્ડ ધારકો માટે એક મોટા અને રાહત વાળા સમાચાર સામે આવ્યા છે. સરકારે રાશન કાર્ડ ધારકો માટે પૉર્ટેબિલિટી સર્વિસ શરૂ કરી દીધી છે, જેનાથી હવે કાર્ડ ધારક દેશના કોઇપણ રાજ્ય કે જિલ્લાની રાશન દુકાનથી પોતાના ભાગનુ રાશન લઇ શકશે. આની સાથે જ કેન્દ્રનો ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ (One Nation, One Ration Card) કાર્યક્રમ દેશભરમાં લાગુ થઇ ગયો છે.
Ration Card Portability System ખાદ્ય મંત્રાલય તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. ઓએનઓઆરસી (ONORC) અંતર્ગત, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA) અંતર્ગત કવર કરવામા આવેલા લાભાર્થી પોતાની પસંદની કોઇપણ ઇલેક્ટ્રૉનિક પૉઇન્ટ ઓફ સેલ ડિવાઇસ (E-POS) વાળા રાશનની દુકાનો પરથી સબસિડી વાળુ અનાજ પોતાના કોટામાં પ્રાપ્ત કરી શકશે.
આ માટે કાર્ડધારકોને બાયૉમેટ્રિક પ્રમાણીકરણ (Biometric Authentication) ની સાથે જ હાલના રાશન કાર્ડનો ઉપયોગ કરવો પડશે. મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આસામ, ઓએનઓઆરસી (ONORC) લાગુ કરનારા 36માં રાજ્ય /કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયુ છે. આની સાથે જ ઓએનઓઆરસીના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સફળતાપૂર્વક લાગુ કરી દેવામાં આવ્યુ છે. જેનાથી આખા દેશમાં ખાદ્ય સુરક્ષા પૉર્ટેબલ થઇ ગઇ છે.
ઓએનઓઆરસીની ક્રિયાન્વયન ઓગસ્ટ 2019માં શરૂ કરવામા આવી હતી, એક દેશ એક રાશન કાર્ડ (One Nation, One Ration Card) યોજનાનો વધુમાં વધુ લાભ ઉઠાવવા માટે સરકારે ‘મેરા રાશન’ મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરી છે. આ એપ લાભાર્થીઓને વાસ્તવિક સમય પર સૂચના ઉપલબ્ધ કરાવી રહી છે. આ હાલમાં 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધી એપને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી 20 લાખથી વધુવાર ડાઉનલૉડ કરાઇ ચૂકી છે.
આ પણ વાંચો......
આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન
Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા
LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?
પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર
Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?
IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન