શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌને રડાવનારી ડુંગળીએ આ ખેડૂતને રાતોરાત કરોડપતિ બનાવી દીધો, લોન લઈને ડુંગળી વાવી‘તી
42 વર્ષનાં આ ખેડૂતે ડુંગળીનાં બીજ લોન લઈને વાવ્યા હતા. તેણે કહ્યુકે મે બહુજ મોટું રિસ્ક લીધુ હતુ.
નવી દિલ્હીઃ ડુંગળીનાં વધતી કિંમતોએ સામાન્ય માણસોને પરેશાન કરી મૂક્યા છે પરંતુ કર્ણાટકનાં એક ખેડૂતને ડુંગળીએ મહિનાભરમાં કરોડપતિ બનાવી દીધો છે. મામલો ચિત્રદુર્ગ જીલ્લાનો છે જ્યાંનો રહેવાસી મલ્લિકાર્જુન હાલનાં દિવસોમાં ઘણો ખુશ છે.
42 વર્ષનાં આ ખેડૂતે ડુંગળીનાં બીજ લોન લઈને વાવ્યા હતા. તેણે કહ્યુકે મે બહુજ મોટું રિસ્ક લીધુ હતુ. જો હવામાન મને સાથ ના આપતુ અને કિંમતોમાં ઘટાડો થતો તો હું બહુજ મુશ્કેલીમાં મુકાઈ જતો.
મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, મેં લોન લઈને અત્યાર સુધીનો જિંદગીનો સૌથી મોટો રિસ્ક લીધો હતો. જો મારો ડુંગળીનો પાક નિષ્ફ્ળ જાત અથવા તો ડુંગળીના સારા ભાવ ન મળત તો હું કપરી પરિસ્થતિમાં મુકાઈ જાત. પણ ડુંગળીએ મારી જિંદગી બદલી દીધી છે.
મલ્લિકાર્જુનને આ વર્ષે 240 ટન ડુંગળીનું ઉત્પાદન થયું છે. 1 કિલો ડુંગળીના 100 રૂપિયા લેખે ભાવ ગણીએ તો તેમને 24 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ ખેડૂતે 15 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હતા જેની બદલામાં તેને કરોડો રૂપિયાની આવક થઈ છે. તેણે તો પ્રોફિટ 5-10 લાખ જેટલો જ ધાર્યો હતો પણ જેકપોટ લાગી ગયો. ફાર્મિંગ સર્કલમાં મલ્લિકાર્જુન હવે સેલિબ્રિટી થઈ ગયો છે.
તેણે જણાવ્યુ હતુકે,તેણે 50 મજૂરો કામ ઉપર રાખ્યા હતા. 2004થી મલ્લિકાર્જુન ડુંગળી ઉગાવી રહ્યા છે. આ વખતે તેમને અને તેમના પરિવારને ડુંગળીની દેખભાળ અને સુરક્ષા રાખવા માટે ચોકીદારી પણ કરવી પડી હતી. આ જેકપોટ પર તેણે કહ્યું કે, મેં મારું દેવું ચૂકવી દીધું છે, હું નવું ઘર બનાવવાનો પ્લાન બનાવી રહ્યો છું, ભવિષ્યમાં હું એગ્રિકલચરને વધારે વિસ્તારવા માગું છું.ગયા વર્ષે મલ્લિકાર્જુનને માત્ર 5 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો જે આ વર્ષે કરોડોમાં બદલાઈ ગયો છે. ડુંગળીના વધી ગયેલા ભાવે આ ખેડૂત પરિવારની જિંદગી બદલી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion