શોધખોળ કરો

1 મેથી ભારતમાં ઓનલાઈન ગેમિંગના નિયમો બદલાશે, જાણો ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું કામ

કેન્દ્ર સરકારે 2025 ના કાયદા હેઠળ ઓનલાઈન ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સ પર નજર રાખવા મલ્ટી મિનિસ્ટ્રી ઓથોરિટી બનાવી છે. જાણો આ કડક નિયમોથી ગેમિંગ કંપનીઓ અને યુઝર્સને શું અસર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં ઓનલાઈન ગેમિંગ માટે ૧ મેથી નવો કાયદો.
  • નવા કાયદા હેઠળ 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા'ની સ્થાપના.
  • ગેમિંગ પ્લેટફોર્મ્સનું રજિસ્ટ્રેશન, ડેટા સુરક્ષા પર OGAI નજર રાખશે.
  • મલ્ટી-મિનિસ્ટ્રી મોડેલ હેઠળ OGAI કામગીરી કરશે.

Online Gaming Authority of India 2026: જો તમે મોબાઈલ કે કમ્પ્યુટર પર ઓનલાઈન ગેમ્સ રમવાના શોખીન છો અથવા કોઈ ગેમિંગ કંપની ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે ભારતમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન ગેમિંગ અને ઈ સ્પોર્ટ્સ સેક્ટરને કંટ્રોલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. 1 મેથી દેશમાં નવો 'ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025' લાગુ થઈ રહ્યો છે, જે અંતર્ગત 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (OGAI) ની સ્થાપના કરવામાં આવી છે. આ નવી ઓથોરિટી ગેમ્સના રજિસ્ટ્રેશનથી લઈને યુઝર્સના ડેટાની સુરક્ષા સુધીની તમામ બાબતો પર બાજ નજર રાખશે.

કોણ ચલાવશે આ ઓથોરિટી?

આ નવી સંસ્થામાં માત્ર કોઈ એક જ વિભાગનું રાજ નહીં હોય, પરંતુ તેમાં મલ્ટી મિનિસ્ટ્રી મોડેલ અપનાવાયું છે. 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' ના અધ્યક્ષ તરીકે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના (MeitY) અધિક સચિવ જવાબદારી સંભાળશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, રમતગમત મંત્રાલય અને કાયદા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીઓ પણ આમાં સભ્ય તરીકે જોડાશે. ટૂંકમાં કહીએ તો, સરકારના અલગ અલગ વિભાગો ભેગા મળીને આખા ગેમિંગ સેક્ટર પર નજર રાખશે.

આ ગેમિંગ ઓથોરિટી શું કામ કરશે?

હવે સવાલ એ થાય કે આ સંસ્થા કરશે શું? OGAI ઓનલાઈન ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સ માટે એક 'સેન્ટ્રલ રેગ્યુલેટર' (મુખ્ય નિયંત્રક) તરીકે કામ કરશે.

ભારતમાં ચાલતી તમામ ગેમિંગ પ્લેટફોર્મ્સે હવે આ સંસ્થા પાસે પોતાની ગેમ્સનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને મંજૂરી લેવી પડશે.

કઈ ગેમ રમાડવી અને કઈ નહીં, તે માટે નવું વર્ગીકરણ (ક્લાસિફિકેશન) કરવામાં આવશે.

આ ઉપરાંત, કંપનીઓ લોકોનો ડેટા કેવી રીતે સાચવે છે અને પ્લેટફોર્મ પર કેટલી પારદર્શિતા છે, તે અંગે પણ ઓથોરિટી કડક ગાઈડલાઈન બહાર પાડશે અને પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરશે.

1 મેથી નવા નિયમો: ગેમિંગ ઉદ્યોગ પર શું અસર પડશે?

1 મેથી આ કાયદો અમલમાં આવતાની સાથે જ દેશમાં કામ કરતી તમામ ગેમિંગ કંપનીઓએ નવા નિયમો પ્રમાણે પોતાની સિસ્ટમ બદલવી પડશે. અત્યાર સુધી આ સેક્ટરમાં કોઈ ચોક્કસ નિયમો ન હતા, જેનાથી હવે છુટકારો મળશે અને સ્પષ્ટતા આવશે.

મોટી ગેમિંગ કંપનીઓ તો કદાચ ફટાફટ આ નવા ફેરફારો અપનાવી લેશે, પરંતુ નાના ઓપરેટર્સ માટે આ કડક નિયમો અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનું પાલન કરવું થોડું મુશ્કેલ બની શકે છે. જોકે, સારી વાત એ છે કે સરકારના આ પગલાંથી યુઝર્સનો ડેટા વધુ સુરક્ષિત રહેશે, તેમનો કંપનીઓ પર ભરોસો વધશે અને ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી એક યોગ્ય અને સુરક્ષિત માળખામાં આગળ વધશે.

Frequently Asked Questions

ભારતમાં ઓનલાઈન ગેમિંગ માટે કયો નવો કાયદો લાગુ થઈ રહ્યો છે?

૧ મેથી દેશમાં 'ઓનલાઈન ગેમિંગ એક્ટ ૨૦૨૫' લાગુ થઈ રહ્યો છે. આ કાયદો ઓનલાઈન ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રને નિયંત્રિત કરવા માટે છે.

ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (OGAI) શું કાર્ય કરશે?

OGAI ઓનલાઈન ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સ માટે મુખ્ય નિયંત્રક તરીકે કામ કરશે. તે ગેમ્સના રજિસ્ટ્રેશન, વર્ગીકરણ અને યુઝર્સના ડેટાની સુરક્ષા જેવી બાબતો પર નજર રાખશે.

OGAI માં કયા મંત્રાલયોના અધિકારીઓ સામેલ હશે?

આ ઓથોરિટીમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના અધિક સચિવ અધ્યક્ષ હશે. આ ઉપરાંત ગૃહ, નાણાકીય સેવાઓ, માહિતી અને પ્રસારણ, રમતગમત અને કાયદા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીઓ પણ સભ્ય હશે.

નવા નિયમો ગેમિંગ ઉદ્યોગને કેવી રીતે અસર કરશે?

બધી ગેમિંગ કંપનીઓએ નવા નિયમો પ્રમાણે સિસ્ટમ બદલવી પડશે. નાના ઓપરેટર્સ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે, પરંતુ યુઝર્સનો ડેટા વધુ સુરક્ષિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget