શોધખોળ કરો

Oommen Chandy Death: સતત 50 વર્ષ સુધી એક જ બેઠક પરથી ચૂંટણી જીત્યા Oommen Chandy, જાણો રાજકીય કરિયર વિશે

કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું મંગળવારે (18 જુલાઈ) નિધન થયું હતું.

Oommen Chandy Passes Away: કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું મંગળવારે (18 જુલાઈ) નિધન થયું હતું. લાંબી માંદગી બાદ 79 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેરળના રાજકારણમાં ઓમાનનું કદ ઘણું મોટું હતું. તેઓ બે વખત કેરળના મુખ્યમંત્રી બન્યા હતા અને 12 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની રાજકીય સફરમાં તેમણે અન્ય ઘણા પદો પર કામ કર્યું હતું.

ઓમાન ચાંડી 1970માં પ્રથમ વખત પુથુપલ્લી સીટ પરથી ચૂંટણી જીતીને કેરળ વિધાનસભામાં પહોંચ્યા અને 50 વર્ષ સુધી ત્યાં એક પણ ચૂંટણી હાર્યા નહોતા. તેમણે 2021માં છેલ્લી ચૂંટણી લડી હતી. 26 વર્ષની ઉંમરે તેમણે તેમની પ્રથમ ચૂંટણી લડી અને 5 દાયકા સુધી પુથુપલ્લી બેઠક સતત કોંગ્રેસ પાસે રહી હતી. જો કે હાલમાં આ સીટ પર કોંગ્રેસની સ્થિતિ એટલી મજબૂત નથી જેટલી ઓમાન ચાંડીના સમયમાં હતી. ચાંડીએ અહીંથી 1970, 1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016 અને 2021માં ચૂંટણી લડી હતી.

બે વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા

ઓમાન ચાંડી બે વખત કેરળના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેમણે 2004 થી 2006 અને 2011 થી 2016 દરમિયાન સીએમ પદની જવાબદારી સંભાળી હતી. આ સિવાય 2006 થી 2011 સુધી ઓમાન કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. ઓમાન ચાંડીનું નામ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન બે કૌભાંડોમાં સામે આવ્યું હતું. કેરળના નાણામંત્રી હતા ત્યારે પામોલીન કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું. 1991ના આ કૌભાંડે કેરળના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ કેસમાં બે કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સિવાય કેરળના સોલર સ્કેમમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

ઓમાન ચાંડી કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય હતા

ઓમાન ચાંડીનો જન્મ 13 ઓક્ટોબર, 1943ના રોજ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં થયો હતો. કોલેજના સમયથી જ તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય હતા. સીએમએસ કોલેજમાંથી બી.એ.ના અભ્યાસ દરમિયાન તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવા લાગ્યા હતા. ઓમાન ચાંડીએ કાયદાનો અભ્યાસ પણ કર્યો. એરનાકુલમની  સરકારી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

તેમના પુત્રએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના અવસાનની માહિતી આપી હતી. તેમણે ઓમાન ચાંડીના ફેસબુક પેજ પર લખ્યું કે અપ્પા હવે નથી. બે વખત કેરળના સીએમ રહી ચૂકેલા ઓમાન ચાંડીએ મંગળવારે બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, લાંબા સમયથી બીમાર ચાંડી બેંગલુરુની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Embed widget