શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આ બે કાર્યો બદલ મોદી સરકારના ભરપૂર વખાણ કર્યાં, જાણો વિગત
ચેન્નાઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી મોદી સરકારની ગંગા સ્વચ્છતા અભિયાન અને હાઈવે નિર્માણ તથા આધારને લઈને કરાયેલા કામો અંગે શનિવારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક દ્રઢ નિશ્ચયી પ્રયત્નથી જ ગંગા નદીની સફાઈ થઈ શકી છે અને તેને લઈને તેઓ ‘ગર્વ મહેસૂસ’ કરે છે.
પ્રત્યેક સરકાર કંઈક પહેલ કરે છે જે સારી અને લાભદાયક હોય છે. તેમણે એનડીએ સરકારના વખાણ કરતા કહ્યું હતું કે, તેમના રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ કાર્યક્રમને ‘સફળતા’ મળી છે અને એનડીએ સરકારના સમયમાં આધાર જેવી પહેલને વધુ મજબુત બનાવવામાં આવી છે.
P Chidambaram, Congress: I mean even the most incompetent government will do a few things which are good for the country. How can you deny that? (1/2)(02.03.2019) pic.twitter.com/GxLWY2N0T1
— ANI (@ANI) March 3, 2019
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં જનમત સંગ્રહનો વિચાર હવે અપ્રાંસગિક થઈ ગયો છે. પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વકીલાત કરતાં તેમણે કહ્યું હતું કે, જોકે આ પાડોશી દેશ સાથે વાતચીત કરવી ખુબ જટિલ છે પરંતુ યુદ્ધને ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના હાલાતમાં ખુબ પરિવર્તન આવી ગયું છે અને સમજવું પડશે કે જનમત સંગ્રહને ખુબ વિશેષ પરિસ્થિતિઓમાં કરાવવું પડતું હોય છે.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા 70 વર્ષોથી ભારત અને પાકિસ્તાન ક્રમશ: જમ્મુ અને કાશ્મીર તથા પાક અધિકૃત કાશ્મીર પર શાસન કરતા આવ્યાં છે અને હવે ગ્રાઉન્ડ સ્તરે હાલાત સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion