શોધખોળ કરો
Advertisement
ભારતીય આર્મીના સર્જીકલ સ્ટ્રાઇકથી આ કોગ્રેસી નેતા નથી ખુશ, જાણો શું કરી ટીકા
નવી દિલ્લી: ઉરી હુમલા બાદ પાકિસ્તાનના કબ્જામાં રહેલા ક્શમીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકવાદીઓને મારી ખૂબ જ પ્રશંસા મેળવી ચુકેલી મોદી સરકાર હવે આલોચનાનો શિકાર બનતી જાય છે. મોદી સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈકનો પ્રચાર કરી રાજકીય લાભ લેવાની કોશિશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતના પૂર્વ ગૃહ મંત્રી પી ચિંદબરમ અને કૉંગ્રેસી નેતા સંદીપ દીક્ષીતે કહ્યું ભારત પહેલા પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી ચુક્યું છે, 2013માં કૉંગ્રેસ સરકારે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, પરંતુ તેનો પ્રચાર નથી કર્યો. સેનાના પૂર્વ અધિકારીઓ અને કેટલાક સુરક્ષા વિશેષજ્ઞોએ પણ મોદી સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈકના પ્રચારને લઈને સવાલો ઉઠાવ્યા છે. ભારતીય સેના મુજબ 28-29 સપ્ટેમ્બરની રાતે પેરા ફોર્સેસના કમાંડોએ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યા હતો. 17 સપ્ટેમ્બરે થયેલા ઉરી હુમલામાં 18 ભારતીય જવાનો મૃત્યુ પામ્યા હતા. બે ધાયલ જવાનો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement