Woman Entrepreneur: મજૂરીકામ કરી ગુજરાન ચલાવતી આ મહિલા કઇ રીતે બની કરોડો રૂપિયાની માલિક
મહારાષ્ટ્રના વિદર્ભની રહેવાસી કલ્પના સરોજની પણ આવી જ કહાની છે, જે હવે મુંબઈમાં ઘણી કંપનીઓની માલિક બની ગઈ છે.
Woman Entrepreneur: કહેવાય છે કે જો તમારા મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય, હિંમત હોય અને આત્મવિશ્વાસ હોય તો એક મહિલા હોવા છતાં તમે સૌથી મોટુ કામ કરી શકો છો. મહારાષ્ટ્રના વિદર્ભની રહેવાસી કલ્પના સરોજની પણ આવી જ કહાની છે, જે હવે મુંબઈમાં ઘણી કંપનીઓની માલિક બની ગઈ છે. કલ્પના સરોજ કહે છે કે તેણે નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. તેના પિતા પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. કલ્પનાને ખબર ન હતી કે કોની સાથે લગ્ન થઈ રહ્યા છે, કયા ઘરે જવાનું છે. મુંબઈનો જ એક છોકરો હતો એટલે લગ્ન કરી લીધાં અને લગ્ન કરીને મુંબઈ મોકલવામાં આવ્યાં, પરંતુ જ્યારે અહીં આવતાં તેને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડ્યું. તેમની સાથે ઘરેલું હિંસા સામાન્ય બની ગઈ હતી.
કલ્પના સરોજ કહે છે કે જ્યારે તેના પિતા એકવાર મુંબઈ આવ્યા અને તેમની દીકરીની આવી હાલત જોઈ તો તેઓ તેને પોતાની સાથે લઈ ગયા. સાસરેથી આવીને પોતાને ઘરે રહેવું કલ્પનાને ગમતું ન હતું અને સમાજના ટોણા તેને પરેશાન કરતા હતા, જેના કારણે તે પરેશાન હતી, કલ્પના કહે છે કે તેણે ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પિતાએ બચાવી લીધી હતી. કલ્પના સમજી શકતી ન હતી કે તેણે જીવનમાં શું કરવું જોઈએ.
નોકરીની શોધમાં ફરી મુંબઈ પહોંચી
કલ્પના સરોજે ફરી એકવાર વિદર્ભથી મુંબઈ આવવાનો પ્લાન બનાવ્યો. આ વખતે તે સાસરિયામાં નહીં પરંતુ નોકરીની શોધમાં મુંબઈ આવવા માંગતી હતી. પરિવારની ના હોવા છતાં તે મુંબઈ આવી ગઈ. એક સબંધીના ઘરે રહેવાનો સહારો મળ્યો અને પછી કલ્પનાએ હોઝિયરી કંપનીમાં કામ શરૂ કર્યું, સીવવાનું શરૂ કર્યું, થોડા પૈસા ભેગા કર્યા, તો કલ્પના વધુ કંઈક કરવા માંગતી હતી. આ દરમિયાન તેના પિતાની નોકરીમાં થોડી સમસ્યા હોવાથી તેણે તેની બહેન અને માતા-પિતાને પણ ગામડેથી મુંબઈ બોલાવી લીધા. તેણે મુંબઈથી દૂર કલ્યાણમાં એક ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું અને પછી તેણે પોતાની કલ્પના શક્તિના કારણે પોતે કંઈક કરવાનું નક્કી કર્યું.
બુટીકનું કામ શરુ કર્યું
કલ્પના સરોજ કહે છે કે તેણે બુટિક સેન્ટર ખોલવાની યોજના બનાવી. 50000ની સરકારી લોન પણ લીધી અને પછી બુટિકનું કામ શરૂ કર્યું. પરંતુ તે દરમિયાન તેની બહેનની તબિયત એટલી બગડી ગઈ કે તે માત્ર 2000 રૂપિયા માટે તેની બહેનની સારવાર કરાવી શકી નહીં અને બહેનનું મોત થઈ ગયું. તે દિવસથી કલ્પનાએ નક્કી કર્યું કે, પૈસાના અભાવે તે તેની બહેનની સારવાર કરી શકી નહી, તે પૈસાને તે પોતાના વસમાં કરશે. એ દિવસ પછી કલ્પનાએ ઉડાન ભરી, આજે તે હજારો કરોડોની માલિક બની ગઈ છે.
બિલ્ડર તરીકે ઓળખ
કલ્પના જણાવે છે કે તેણે તેનું બુટીકનું કામ શરૂ કર્યું, તે કામ સારું ચાલ્યું અને પછી ધીમે-ધીમે તેણે પ્રોપર્ટીના બિઝનેસમાં સખત પ્રયાસ કરવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે તે પોતાની ઓળખ આ મુંબઈ શહેરમાં બિલ્ડર તરીકે બનાવશે. તેણે કેટલાક મકાનો બનાવવાની યોજના બનાવી, તેણે કેટલીક દાવાવાળી જમીન કાયદેસર રીતે જીતી લીધી અને ત્યાં બિલ્ડિંગ ઉભી કરી. આ દરમિયાન, કલ્પના જણાવે છે કે તેના ઘણા દુશ્મનો ઉભા થયા અને તેને મારી નાખવાની ધમકી આપતા હતા, જેની તેણે પોલીસ કમિશનરને ફરિયાદ કરી અને તેની સુરક્ષા માટે એક જ દિવસમાં પોલીસ વિભાગે તેના નામ પર રિવોલ્વરનું લાઇસન્સ આપ્યું અને કલ્પના પોતાની સુરક્ષા માટે જાતે જ તૈયાર થઈ ગઈ.
કમાની ટ્યુબ લિમિટેડ કંપનીની સફર
કલ્પનાએ જણાવ્યું કે આ દરમિયાન તેણે એક સંગઠનનું પણ નિર્માણ કર્યું જેમાં તેણે નવા યુવાઓને જોડાવાનું શરુ કર્યું તે દરમિયાન કલ્પનાના કામથી તેની સારી એવી ઓળખાણ બની ગઈ હતી. લોકો તેને હિંમતવાન મહિલા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે તેની પાસે કેટલાક એવા વર્કર આવ્યા જે મુંબઈની કમાની ટ્યુબ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા હતા અને તે કંપની એકદમ ડૂબી ગઈ હતી. તેમણે કલ્પના પાસે મદદ માંગી કે આ કંપની કઈ રીતે ઉભી થઈ શકે. તેના માટે કલ્પનાએ એ કંપનીના તમામ કર્મચારીઓ અને યૂનિયન સાથે વાત કરી. કોર્ટને દરવાજો ખખડાવ્યો અને ઈ કંપની સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને હિંમત વધારી. કલ્પના જણાવે છે કે કમાની ટ્યૂબ કમાની ટ્યુબ કંપનીમાં 100 થી વધુ લિટીગેશન કેસ હતા. કંપની પર ઘણું દેવું હતું જે તેને ખતમ કર્યા પછી જ કંઈ કરવામાં આવી શકે તેમ હતું.
કલ્પનાએ કોર્ટનો સંપર્ક કર્યો અને કેટલીક શરતો સાથે કોર્ટે કંપનીને ફરી બેઠી કરવા માટે તેને કંપનીના ડિરેક્ટર બનાવ્યા અને આ કંપનીને ફરી બેઠી કરવાની જવાબદારી કલ્પનાની હતી. કલ્પના જણાવે છે કે સખત મહેનત અને તમામ પડકારો પછી, તે ઘણા વર્ષો કંપનીના દેવા અને મુકદ્દમાને ઉકેલવામાં વ્યસ્ત હતી, આખરે 2011 માં, કંપનીમાંથી તમામ દેવા અને મુકદ્દમા સમાપ્ત થઈ ગયા અને કલ્પના કમાની ટ્યુબ લિમિટેડની ડિરેક્ટર બની અને તેમાંથી ત્યાંથી કલ્પના સરોજના સારા દિવસોની સફર શરૂ થઈ.
કલ્પાના સરોજની મહેનત અને લગનને સરકાર અને સમાજે પણ પ્રસંસા કરી. કલ્પનાને તમામ દેશ અને વિદેશમાંથી એવોર્ડ મળી ચૂક્યા છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પણ મળ્યો છે. આજે કલ્પના સરોજ એ તમામ મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે જેમનામાં આત્મવિશ્વાસ છે, જો તેમનામાં હિંમત હોય તો તેઓ જીવનમાં એક મહિલા હોવા છતાં સૌથી મોટું સ્થાન હાંસલ કરી શકે છે.