શોધખોળ કરો
પાકિસ્તાને સીમા પર રેંજર્સને હટાવી સૈનાના જવાનોને ગોઠવ્યા

જમ્મૂ: પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકના બદલો લેવા માટે પોતાની સરહદે રેંજર્સની જગ્યાએ પાકિસ્તાની સેનાના જવાનોને ઉભા રાખવાનું શરૂ કરી દીધું છે. બીએસએફને આ વાતની ગુપ્ત જાણકારી મળી રહી છે. આટલું નહીં, પાડોશી દેશે પોતાના સેનાના જવાનોને ભારતીય પોસ્ટની દિશામાં ગોઠવ્યા છે. બીએસએફને મળેલી જાણકારી પ્રમાણે, જમ્મૂની પાસે ભારત-પાકની 190 કિલોમીટર લાંબી સરહદ પર પાકિસ્તાની રેંજર્સની ચોકીઓ પર ત્યાંની સૈના ગોઠવી દેવામાં આવી છે. આ સિવાય બીજી અન્ય ટૂકડીઓને પણ ગોઠવવામાં આવી છે. બીએસએફના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા આઠથી નવ દિવસમાં પાક સૈના તરફથી કાવાદાવા વધી રહ્યા છે. પરંતુ અમને એ જાણકારી મળી નથી કે, તેમનો હેતુ શું છે અને તેઓ શું કરવા માંગે છે.
વધુ વાંચો




















