Pariksha Pe Charcha 2022: પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને PM મોદીએ આપ્યો સફળતાનો મંત્ર
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ના 5મા એડિશનમાં સંબોધન કરશે.

Background
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ના 5મા એડિશનમાં સંબોધન કરશે. પીએમ મોદી આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સંવાદ કરશે અને પરીક્ષાને લગતા પ્રશ્નોના સવાલ-જવાબ કરશે. નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમ ખાતે યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં આજે સવારે 11 વાગ્યે શરુ થશે. ઉલ્લેખનિય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહે છે અને પરીક્ષા અંગેના પ્રશ્નો વિશે પ્રધાનમંત્રી મોદી પાસેથી માર્ગદર્શન મેળવે છે. તાલકટોરા સ્ટેડીયમમાં યોજાનારા આ વર્ષનો કાર્યક્રમ ટાઉનહોલ સંવાદના માળખા મુજબ યોજાશે.
પ્રશ્ન- પરીક્ષામાં આપણે ભૂલી જઈએ છીએ, તે કેવી રીતે યાદ રાખવું?
પીએમ મોદીએ જવાબ આપ્યો, 'દરેક બાળકના મગજમાં આવે છે કે હું આ ભૂલી ગયો છું, પરંતુ જો તમે જોશો કે પરીક્ષા પહેલા આવી વસ્તુઓ આવશે જે તેણે એક અઠવાડિયામાં ક્યારેય જોઈ નથી. તમે અહીં આવો છો પણ તમે વિચારતા જ હશો કે મમ્મી ઘરે ટીવી જોતી હશે અને હું કયા ખૂણામાં બેઠો છું એ તો જોયું જ હશે. તેથી જો તમારું ધ્યાન ત્યાં છે તો તમે અહીં નથી. ભગવાનની સૌથી મોટી ભેટ 'વર્તમાન' છે. એ ક્ષણ આપણે જીવતા નથી તેનું કારણ પણ યાદશક્તિ છે. યાદશક્તિનો સંબંધ માત્ર પરીક્ષા સાથે જ નહીં જીવન સાથે છે. તમે આ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તમારું મન સ્થિર રાખો.
PM મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર શું કહ્યું
નેશનલ એજ્યુકેશન પોલિસી પર વાત કરતા પીએમએ કહ્યું કે, પહેલા રમતગમતને અભ્યાસેતર પ્રવૃત્તિ માનવામાં આવતી હતી, હવે તે શિક્ષણનો એક ભાગ છે. તેનાથી રમતગમતને નવી પ્રતિષ્ઠા મળી છે. NEP (નવી શિક્ષણ નીતિ) અભ્યાસની અધવચ્ચે પણ વિષય બદલવાની તક આપે છે, જે અગાઉ ઉપલબ્ધ નહોતું.





















