શોધખોળ કરો

Parliament Monsoon Session: આજથી શરૂ થતા ચોમાસુ સત્રમાં હોબાળો થવાની શક્યતા, મોંઘવારી-અગ્નિપથ સહિતના અનેક મુદ્દે વિપક્ષ તૈયાર

રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, ડીએમકે, એસપી, બસપા, આરજેડી અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ ચોમાસુ સત્રમાં કુલ 18 બેઠકો યોજાશે અને 24 બિલ રજૂ કરવામાં આવશે. ચોમાસુ સત્ર પહેલા 17 જુલાઈ, રવિવારના રોજ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ લગભગ 25 મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરી પર કટાક્ષ કર્યો હતો અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેની મજાક ઉડાવી હતી. 12 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને મહત્વપૂર્ણ બંધારણીય હોદ્દાઓ માટે પણ ચૂંટણી યોજાવાની છે.

સંસદ સત્રમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે

રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, ડીએમકે, એસપી, બસપા, આરજેડી અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષ તરફથી 25 મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી તેમની પાર્ટી દ્વારા 13 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

વિપક્ષે જે મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે તેમાં મોંઘવારી, અગ્નિપથ યોજના, બેરોજગારી, કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ અને રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાની સ્થિતિ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ બિલો પર ચર્ચા થશે, વિપક્ષનો આરોપ છે

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર અગ્નિપથ સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. બીજી તરફ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠકમાં સરકારે તેના વતી જણાવ્યું કે સંસદમાં ચર્ચા માટે 32 બિલોની યાદી આપવામાં આવી છે, જેમાંથી 14 તૈયાર છે. આમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (એમેન્ડમેન્ટ) બિલ 2022, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો (સુધારા) બિલ, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ (સુધારા) બિલ અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2022 જેવા મહત્ત્વના બિલોનો સમાવેશ થાય છે. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ઉતાવળમાં બિલ પાસ કરાવવાનો આરોપ લગાવ્યો છે.

જયરામ રમેશના ટ્વીટથી હંગામો મચી ગયો, પ્રહલાદ જોશીએ જવાબ આપ્યો

સર્વપક્ષીય બેઠક ચાલી રહી હતી કે કોંગ્રેસના નેતા અને પાર્ટીના મીડિયા પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો. બેઠકમાં જયરામ રમેશે વડાપ્રધાનની ગેરહાજરી માટે સરકાર પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું તે અસંસદીય નથી.

Parliament Monsoon Session: આજથી શરૂ થતા ચોમાસુ સત્રમાં હોબાળો થવાની શક્યતા, મોંઘવારી-અગ્નિપથ સહિતના અનેક મુદ્દે વિપક્ષ તૈયાર

બેઠક પછી, સંસદીય બાબતોના પ્રધાન પ્રહદ જોશીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો અને પૂછ્યું કે મનમોહન સિંહ જ્યારે પીએમ હતા ત્યારે કેટલી સર્વપક્ષીય બેઠકોમાં ગયા હતા, જ્યારે પીએમ મોદીએ થોડા પ્રસંગો સિવાય મોટાભાગની બેઠકોમાં હાજરી આપી છે. સંસદ સત્રની શરૂઆત પહેલા જ સંસદીય શબ્દોની ગાઈડલાઈન અને રવિવારે વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી નોટિસને લઈને વિવાદ થયો છે. સ્પષ્ટ છે કે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક છોડશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Embed widget