શોધખોળ કરો

IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કેમ રહ્યું બંધ? સંસદીય સમિતિએ Twitter પાસે બે દિવસથી અંદર માંગ્યો જવાબ

સંસદીય સ્થાયી સમિતિએ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરવા મામલે ટ્વિટરને નોટિસ મોકલી છે. સમિતિએ બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે.

નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને  કેન્દ્ર સરકાર અને ટ્વિટરમાં ટકરાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરવા મામલે ટ્વિટરને નોટિસ મોકલી છે. સમિતિએ ટ્વિટને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. આ સમિતિના અધ્યક્ષ કોગ્રેસ નેતા શશિ થરૂર છે.

વાસ્તવમાં 25 જૂનના રોજ રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટને લગભગ એક કલાક સુધી બંધ રાખવાની જાણકારી આપી હતી. બાદમાં શશિ થરૂરે  પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરે અમેરિકાના  ડિઝિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમનો કથિત ભંગના આધાર પર લગભગ એક કલાક સુધી મારુ એકાઉન્ટ બંધ કર્યું અને બાદમાં તેમણે  મારા એકાઉન્ટના ઉપયોગની મંજૂરી આપી હતી.

પ્રસાદે કહ્યું હતું કે  ટ્વિટરના આ પગલું આઇટી નિયમોનો ભંગ છે કારણ કે તે એકાઉન્ટ પર રોક લગાવતા અગાઉ નોટિસ આપવામાં નિષ્ફળ રહી છે. એવું લાગે છે કે ટ્વિટરની નિરંકુશ મનમાની કાર્યવાહીઓને લઇને મે જે ટીકા કરી હતી અને ખાસ કરીને ટીવી ચેનલો પર આપવામાં આવતા ઇન્ટરવ્યૂના હિસ્સાઓને જે શેર કરવામાં આવે છે તેના પ્રભાવથી સ્પષ્ટ રીતે ગુસ્સો સામે આવ્યો છે. પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને નવા આઇટી કાયદાઓનું પુરી રીતે પાલન કરવું પડશે. બાદમાં શશિ થરૂરે કહ્યું હતું કે, રવિ જી મારી સાથે પણ આવું થયું છે. સ્પષ્ટ રીતે ડીએમસીએ અતિ સક્રીય થઇ રહ્યું છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) ફેસબુક અને ગુગલ (Facebook & Google)ને નવા આઇટી નિયમો અને ભારતના કાયદાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. ફેસબુક અને ગુગલના વરિષ્ઠ અધિકારીઓ મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયા હતા, જેમાં 'નાગરિકોના અધિકારની સુરક્ષા અને ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગને રોકવા માટેના પોતાના મત રજૂ કર્યા હતા. સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસના નેતા ડો.શશી થરૂરે કરી હતી. મહત્વનું છે કે નવા આઇટી નિયમોને લઇને સંસદીય સમિતિએ ફેસબુક અને ગુગલના અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.

સમિતિના સભ્યોએ ફેસબુક પર વ્યક્તિગત ડેટા અને મહિલાઓની સલામતીના મુદ્દા ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ ફેસબુકના અધિકારીઓને ડેટા લીક અને મહિલાઓની સુરક્ષા મામલે પૂછપરછ કરી હતી. ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દુરુપયોગ મામલે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Embed widget