હવામાં હતી ઇન્ડિગોની ફ્લાઇટ, ત્યારે મુસાફરના મોબાઇલમાં લાગી આગ, જાણો પછી શું થયુ?
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી નથી
નવી દિલ્હીઃ પ્લેન હવામા હતુ ત્યારે એક પેસેન્જરના મોબાઇલમાં આગ લાગી હતી. એક રિપોર્ટ અનુસાર, ઈન્ડિગો પ્લેનમાં હવામાં હતું ત્યારે પેસેન્જરના મોબાઇલમાં આગ લાગવાની ઘટના બની હતી. ઈન્ડિગોની ફ્લાઇટ ડિબ્રુગઢથી દિલ્હી જઇ રહી હતી તે દરમિયાન એક મુસાફરના મોબાઇલમાં આગ લાગી હતી. પરંતુ ક્રૂ મેમ્બર્સની સતર્કતાના કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ડીજીસીએના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી નથી. ફ્લાઈટ નંબર 6E 2037 ડિબ્રુગઢથી દિલ્હી જઈ રહી હતી ત્યારે ક્રૂ મેમ્બરે પેસેન્જરના ફોનમાંથી સ્પાર્ક અને ધૂમાડો નીકળતો જોયો હતો.
પ્લેનમાં પેસેન્જરના ફોનમાં આગ
ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોના ફોનમાંથી ધુમાડો નીકળતો જોઈને ક્રૂ મેમ્બરોએ અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. ગુરુવારે લગભગ 12.45 વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. મોબાઈલની બેટરી અસાધારણ રીતે ગરમ થવાથી આગ લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે.
કોઈપણ પેસેન્જર અથવા ક્રૂ મેમ્બરને નુકસાન નહીં
મળતી માહિતી મુજબ,આ વિમાન ડિબ્રુગઢથી દિલ્હી જઈ રહ્યું હતું. ત્યારે પ્લેનમાં સવાર એક મુસાફરના મોબાઈલમાંથી ધુમાડો નીકળ્યો હતો. જે બાદ ક્રૂ મેમ્બર્સે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એરક્રાફ્ટમાં કોઈ પેસેન્જર કે કોઈ મિલકતને નુકસાન થયું નથી. ગુરુવારે લગભગ 12.45 વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”
Shopian Encounter: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બે આતંકીને કર્યા ઠાર, સેનાના બે જવાન શહીદ
AHMEDABAD : CNGમાં ભાવવધારાના વિરોધમાં 11 રીક્ષા એસોસિએશનની સામુહિક હડતાળ