શોધખોળ કરો
Advertisement
Bihar Flood : સવારથી 4000 લોકોનું રેસ્ક્યૂ, 3 દિવસ બાદ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીના પરિવારનું રેસ્ક્યૂ
એનડીઆરએફએ કહ્યું સવારથી 4000 લોકને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, બિહારમાં આજે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે ક્યારેય નથી જોવા મળ્યો.
પટના: બિહારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે અને હાલ તો રાહતની કોઈ આશા નથી જોવા મળી રહી. પટના સહિત ઘણા વિસ્તારમાં આજે પણ વરસાદ વરસી રહ્યો છે. એનડીઆરએફએ કહ્યું સવારથી 4000 લોકને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, બિહારમાં આજે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે ક્યારેય નથી જોવા મળ્યો. પૂર પ્રભાવિત ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીનો પરિવાર પણ 3 દિવસ પછી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.
#WATCH: Bihar Deputy Chief Minister Sushil Modi who was stranded at his residence in Patna, rescued by National and State Disaster Response Forces personnel. #BiharFlood pic.twitter.com/WwdbAcTWy6
— ANI (@ANI) September 30, 2019
બિહારમાં પૂર અને ભારે વરસાદની દુર્ઘટનાના કારણે અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. બિહારના પાટનગર પટનામાં 80 ટકા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસને મંગળવાર સુધી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. નીતિશ સરકારે રેસ્ક્યુ ઓપરેશન માટે વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ માંગી છે. જાણીતી ગાયિકા શારજા સિન્હાએ ફેસબુક પર પોસ્ટ લખી કહ્યું કે રાજેંદ્ર નગરમાં પોતાના ઘરમાં પાણીમાં ફસાઈ ગઈ છું, મદદ નથી મળી રહી NDRF ની રાફ્ટ સુધી પહોંચવું પણ શક્ય નથી, ભારતમાં એરલિફ્ટનુ સુવિધા હોત તો સારૂ હતું, કોઈ રસ્તો હોય તો બતાવો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પટના સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હજુ ભારે વરસાદ થઈ શકે છે. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં પૂર પીડિતોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.SN Pradhan, DG of National Disaster Response Force (NDRF)on Patna floods: The situation is unprecedented,it's almost like a cloud burst. Impact is mainly due to water logging. Out of 19 NDRF teams deployed, 5 are in Patna. We've evacuated about 4,000 citizens since morning #Bihar pic.twitter.com/BufkcTH4L5
— ANI (@ANI) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement