Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો, 13 દિવસમાં 8 રૂપિયાનો થયો વધારો
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે. 11 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે આઠ રૂપિયાને ચાર પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે આઠ રૂપિયાને 17 પૈસાનો વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના નવા ભાવ વધારા પર નજર કરીએ તો અમદાવાદમાં સાદા પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.07 રૂપિયા પર પહોંચી છે.. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.35 રૂપિયા પર પહોંચી છે.
Price of petrol & diesel in Delhi at Rs 103.41 per litre & Rs 94.67 per litre respectively today (increased by 80 paise)
— ANI (@ANI) April 3, 2022
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 118.41 (increased by 84 paise) & Rs 102.64 (increased by 85 paise). pic.twitter.com/oVaUVY2BTc
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.74 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.02 રૂપિયા પર પહોંચી છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.83 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.13 રૂપિયા પર પહોંચી છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.28 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.56 રૂપિયા પર પહોંચી છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.95 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.25 રૂપિયા પર પહોંચી છે.
ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના લેટેસ્ટ અપડેટ મુજબ મુંબઈમાં પેટ્રોલ 118 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે, ત્યાં હવે ડીઝલ પણ 102 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત હવે 103.41 પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલ 95 રૂપિયા પ્રતિ લિટરની નજીક છે. નોંધનીય છે કે સ્થાનિક વેરાના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. દેશના ચાર મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.
આગામી ચૂંટણી સુધી પેટ્રોલ 275 રૂપિયા પ્રતિ લીટર થશે!
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આગામી ચૂંટણીઓ આવે ત્યાં સુધી પેટ્રોલની કિંમત 275 રૂપિયા પ્રતિ લિટર રહેશે. તેણે ટ્વીટ કરીને કહ્યું, જનતા કહી રહી છે કે રોજના 80 પૈસા અથવા લગભગ 24 રૂપિયા. જો પેટ્રોલના ભાવમાં મહિને મહિને વધારો થતો રહેશે તો આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી દરમિયાન 7 મહિનામાં ભાવ 175 રૂપિયાની આસપાસ રહેશે.
13 દિવસમાં 11 વખત ભાવ વધ્યા
22 માર્ચથી 3 એપ્રિલ સુધીમાં 13 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11 વખત વધારો થયો છે. દરમિયાન, 24 માર્ચ અને 1 એપ્રિલે, તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જેના કારણે દેશભરમાં કિંમતો સ્થિર હતી.