Satellite Image: હવે સેટેલાઇટથી ખેંચાવી શકશો પોતાના ઘરનો ફોટો, બસ કરવું પડશે આ કામ
Satellite Image: તમારા ઘરની તસવીર બેંગલુરુની સ્પેસ સ્ટાર્ટઅપ કંપની Pixel દ્વારા લેવામાં આવશે. ખરેખર, Pixel એક એવું ઓનલાઈન સૉફ્ટવેર લાવવા જઈ રહ્યું છે

Satellite Image: તમે બધાએ અવકાશમાંથી આપણી પૃથ્વી કેવી દેખાય છે તેનું ચિત્ર જોયું જ હશે, પરંતુ શું તમે ક્યારેય એ જોવાનો પ્રયાસ કર્યો છે કે તમારું ઘર અવકાશમાંથી કેવું દેખાય છે? પહેલા આ કાર્ય મુશ્કેલ હતું, પરંતુ હવે માત્ર થોડા પૈસા ખર્ચીને તમે તમારા ઘર અને આંગણાની સેટેલાઇટ તસવીરો અવકાશમાંથી ક્લિક કરી શકો છો. જાણો અહીં આ કેવી રીતે શક્ય બની શક્યુ છે. જો તમારે તમારા ઘરની સેટેલાઇટ તસવીર જોઈતી હોય તો તમારે બસ આ કામ કરવું પડશે.
કોણ ખેંચશે તસવીર
તમારા ઘરની તસવીર બેંગલુરુની સ્પેસ સ્ટાર્ટઅપ કંપની Pixel દ્વારા લેવામાં આવશે. ખરેખર, Pixel એક એવું ઓનલાઈન સૉફ્ટવેર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી તમે તમારા ઘરની સેટેલાઈટ ઈમેજ જોઈ શકો છો. જો કે, આ સર્વિસ લેવા માટે તમારે તેના પૈસા ખર્ચવા પડશે. પીટીઆઈ સાથે વાત કરતા કંપનીના સહ-સ્થાપક અવૈસ અહેમદ કહે છે કે અમે આવા ફોટોઝ સામાન્ય માણસને ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરીશું.
ક્યારથી શરૂ થશે આ સર્વિસ
આ સર્વિસની શરૂઆતની વાત કરીએ તો તે વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. પિક્સેલનું અર્થ ઓબ્ઝર્વેશન સૉફ્ટવેર ઓરોરા સેટેલાઇટમાંથી લેવામાં આવેલી પૃથ્વીની હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજ સરળતાથી બતાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગૂગલ અર્થ જેટલું જ સરળ હશે અને તેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરની બેસ્ટ તસવીરો મેળવી શકશો.
તસવીરો ખેંચાવવા માટે શું કરવુ પડશે
કંપનીના સહ-સ્થાપક અવૈસ અહેમદ કહે છે કે ધારો કે તમને એક-બે અઠવાડિયામાં ચિક્કામગાલુરુની તસવીર જોઈતી હોય. અમારી કંપની આ કામ સેટેલાઇટને સોંપશે અને જેમ જેમ તમે તેના માટે ચૂકવણી કરશો, તમારી તસવીર તમારા સુધી પહોંચી જશે. તમારા ઘરની તસવીરો માટે પણ આવું જ થશે.
એટલે કે, જો તમે દેશના કોઈપણ ભાગમાં રહો છો અને તમને તમારા ઘર અથવા આંગણાની તસવીર જોઈતી હોય, તો તમે પહેલા કંપનીને તેના વિશે જણાવશો. કંપની સેટેલાઇટ દ્વારા તમારા માટે તમારા ઘર કે આંગણાની તસવીરો લેશે. આ પછી, જેમ જ તમે ચિત્ર માટે સંપૂર્ણ પૈસાની ચુકવણી કરશો, તસવીર તમને સારી ગુણવત્તામાં ઉપલબ્ધ કરવામાં આવશે.





















