શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે ટીકટોક સહિત ચીનની આ 15 એપ પર દેશભરમાં મૂકી દીધો પ્રતિબંધ? એનઆઈસીએ શું કરી જાહેરાત ?
આ આદેશ અનુસાર તમામ 52 ચાઇનીઝ એપ્સને ઝડપતી અનઇન્સ્ટોલ કરવા માટે કહ્યું હતું. કારણ કે તેનાથી ડેટા ચોરીની સંભાવના ઘણાં વધી જાય છે.
નવી દિલ્હીઃ છેલ્લાં થોડા દિવસથી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે એક આદેશ બહાર પાડ્યો છે. આ વાયરલ મેસેજ અનુસાર, સરકારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર કેટલીક ચીનની મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે સરકારે એ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, ગૂગલ અથવા એપલને આવા કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. આ અહેવાલ ખોટા છે.
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલના રીજનલ અધિકારીઓને આદેશ આપ્યા છે કે, તાત્કાલીક અસરથી ચીની એપને પોતાના પ્લેટફોર્મ પર બંધ કરી દે. તેમાં TikTok, VMate, Vigo Video, LiveMe, Bigo Live, Beauty Plus, CamScanner, Club Factory, Shein, Romwe, અને AppLock જેવી એપ્સના નામ સામેલ છે.
આ એપ્સના યાદીમાં ગેમિંગ એપ જેમ કે Mobile Legends, Clash of Kings, અને Gale of Sultansનું નામ પણ સામેલ છે. છેલ્લાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલ આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્સ દ્વારા યૂઝર્સની વ્યક્તિગત ડેટા લીક થઈ રહ્યા છે અને તેનાથી દેશ પર જોખમ થઈ શકે છે. આ મસેજેને ફગાવી દેતા પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, આ મેસેજ પૂરી રીતે ફેક છે. સરકારના કોઈપણ વિભાગે આવા કોઈ આદેશ બહાર પાડ્યા નથી.Claim: A viral message of an order allegedly from NIC claims that @GoI_Meity has prohibited some apps from being made available on App Stores. #PIBFactCheck: The Order is #Fake. No such instruction has been given by @GoI_MeitY or NIC. pic.twitter.com/Dt7rMR7nIz
— PIB Fact Check (@PIBFactCheck) June 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement