શોધખોળ કરો
Advertisement
મોદી સરકારમાં દેશમાં 1 ડીસેમ્બરથી ફરી લોકડાઉન લાદી દેશે? જાણો મોદી સરકારે શું કહ્યું?
મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા આ સમાચારને ફેક ન્યુઝ ગણાવીને સ્પષ્ટતા કરાઈ છે કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત ના કરાય ત્યાં સુધી આ પ્રકારના કોઈ પણ સમાચારો પર વિશ્વાસ કરવો નહીં
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી લોકડાઉન લાદવાની તૈયારીમાં હોવાના મેસેજ વાયરલ થયા છે. આ મેસેજમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર 1 ડીસેમ્બરથી ફરી લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી છે. મોદી સરકારે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે.
મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા આ સમાચારને ફેક ન્યુઝ ગણાવીને સ્પષ્ટતા કરાઈ છે કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત ના કરાય ત્યાં સુધી આ પ્રકારના કોઈ પણ સમાચારો પર વિશ્વાસ કરવો નહીં. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ફેક્ટ ચેક મારફતે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી 1 ડીસેમ્બરથી ફરી લોકડાઉન લાદી દેવાશે એવી ટ્વિટ વાયરલ થઈ છે એ ગેરમાર્ગે દોરનારી છે. આ ટ્વિટ મોર્ફ કરેલી છે અને ટોચના મીડિયા હાઉસના નામે ફરતી કરાઈ છે કે જેથી લોકોને ગેરમાર્ગે દોરી શકાય. આ મીડિયા હાઉસે પણ સ્પષ્ટતા કરી છે કે, તેના દ્વારા આવી કોઈ ટ્વિટ કરાઈ નથી તેથી લોકોએ તેના પર વિશ્વાસ કરવો નહીં. મોદી સરકારે પણ આવો કોઈ નિર્ણય લીધો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion