PIB Fact Check: શું મોદી સરકારે શરૂ કરી ‘એક પરિવાર એક નોકરી યોજના’ ? જાણો વાયરલ મેસેજની હકીકત
Fact Check: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર 'એક પરિવાર એક નોકરી યોજના' લઈને આવી છે.
PIB Fact Check of Viral Message: દેશમાં બેરોજગારીની સમસ્યા મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. અત્યારે દેશના કરોડો યુવાનો નોકરીની શોધમાં છે. આવી સ્થિતિમાં ઘણા છેતરપિંડી કરનારા યુવાનોને નોકરીનું વચન આપીને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર 'એક પરિવાર એક નોકરી યોજના' લઈને આવી છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના દ્વારા દેશમાં વધતી બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્રની મોદી સરકાર એક પરિવાર એક નોકરી યોજના લઈને આવી છે. આ યોજના દ્વારા સરકાર દરેક ઘરમાંથી એક વ્યક્તિને નોકરી આપી રહી છે. આવી સ્થિતિમાં લોકો આ મેસેજને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. જો તમને પણ આ મેસેજ મળ્યો છે તો તેના પર વિશ્વાસ કરતા પહેલા આ મેસેજની સત્યતા જાણી લો.
PIBએ ટ્વિટ કરી શું કહ્યું ?
પીઆઈબીએ આ કેસમાં ફેક્ટ ચેક કરીને આ વાયરલ મેસેજ અને યુટ્યુબ વીડિયોની સત્યતા જણાવી છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ બાબતે ટ્વfટ કરીને કહેવામાં આવ્યું છે કે, 'એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની 'એક પરિવાર એક નોકરી' યોજના હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. તપાસમાં સામે આવ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. આ સાથે લોકોને આવા મેસેજ શેર કરવાથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI