શોધખોળ કરો
Advertisement
દેશમાં પ્રથમ વાર દોડશે અન્ડર વોટર મેટ્રો, રેલવે મંત્રીએ વીડિયો ટ્વિટ કરી આપી જાણકારી
રેલવે મંત્રી પીયૂષ ગોયલે એક વીડિયો ટ્વિટ કરતા જણાવ્યું કે, 'દેશની પ્રથમ અંડર વોટર ટ્રેન કોલકાતામાં હુગલી નદીની નીચે ચાલવાની શરૂઆત થશે.
નવી દિલ્હી: ભારતમાં પ્રથમ વખત કોઈ નદી નીચે અંડરવોટર મેટ્રો ટ્રેન ચાલશે. કોલકાતાની હુગલી નદી નીચેથી આ ટ્રેન પસાર થશે. જેનું કામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને હવે ટૂંક સમયમાં પ્રારંભ થશે. સુરંગો 520 મીટર લાંબી અને લગભગ 30 મીટર ઊંડી છે અને નદીની નીચેથી થઇને મેટ્રોને આ સુરંગ પાર કરવામાં કુલ 60 સેકન્ડનો સમય લાગશે.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે એક વીડિયો ટ્વિટ કરતા જણાવ્યું કે, 'દેશની પ્રથમ અંડર વોટર ટ્રેન કોલકાતામાં હુગલી નદીની નીચે ચાલવાની શરૂઆત થશે. શ્રેષ્ઠ એન્જીનિયરિંગનું ઉદાહરણ આ ટ્રેન દેશમાં નિરંતર થઇ રહેલ રેલ્વેની પ્રગતિનું પ્રતિક છે. આના બનવાથી કોલકાતા નિવાસીઓને સુવિધા અને દેશને ગર્વનો અનુભવ થશે.'भारत की पहली अंडर वॉटर ट्रेन शीघ्र ही कोलकाता में हुगली नदी के नीचे चलना आरंभ होगी। उत्कृष्ट इंजीनियरिंग का उदाहरण यह ट्रेन देश में निरंतर हो रही रेलवे की प्रगति का प्रतीक है।
इसके बनने से कोलकाता निवासियों को सुविधा, और देश को गर्व का अनुभव होगा। pic.twitter.com/MDzj42s5XZ — Piyush Goyal (@PiyushGoyal) August 8, 2019
પ્રથમ અંડર વૉટર કોલકાતા મેટ્રો સોલ્ટ લેક સેક્ટર 5થી હાવડા મેદાન સુધીની યાત્રા કરવા માટે અંદાજે તૈયાર છે. 2 ફેસમાં વહેંચાયેલ આ લાઇનમાં ફેસ 1ને જલ્દી સામાન્ય લોકો માટે ચાલુ પણ કરવામાં આવશે. કોલકાતાવાસીઓને માટે આ ખૂબ રાહતલક્ષી નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion