શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્દોર: સૈફી મસ્જિદમાં PM મોદીએ કહ્યું- રાષ્ટ્રભક્તિમાં વોહરા સમાજનું મહત્વનું યોગદાન
ઈન્દોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇન્દોરમાં દાઉદી વોહરા મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સૈફી મસ્જિદમાં દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દોરમાં દાઉદી બોહરા સમુદાયના ધર્મગુરુના પ્રવચવનો નવ દિવસીય કાર્યક્રમ બુધવારથી શરૂ થયો છે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, મધ્યપ્રદેશના રાજ્યપાલ આંદનીબેન પટેલ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, "તમારા બધાં વચ્ચે આવવું મને હંમેશાથી પ્રેરણા આપે છે, એક નવો જ અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો તે માટે તમારો આભારી છું." પીએમ મોદીએ કહ્યું વોહરા સમાજ સૌને સાથે લઈને ચાલે છે. રાષ્ટ્રભક્તિ પર વોહરા સમાજની મહત્વની ભૂમિકા છે.
મોદીએ કહ્યું કે, વોહરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશ આપ્યો છે. ઈમામ હુસૈન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા. વડાપ્રધાને કહ્યું કે, "શાંતિનો સંદેશ આપવાની આ શક્તિ આપણને દુનિયાથી અલગ બનાવે છે. વોહરા સમાજ દુનિયાને આપણાં દેશની તાકાત બતાવે છે. અમને આપણાં ભૂતકાળ પર ગર્વ છે, વર્તમાન પર વિશ્વાસ છે. વોહરા સમાજના શાંતિ માટે જે યોગદાન આપ્યું, તેની વાત હંમેશાથી વિશ્વ સમક્ષ કરું છું."
પીએમએ કહ્યું કે જન્મદિવસ પહેલાં જ મને આ પવિત્ર મંચ પરથી આશીર્વાદ મળ્યાં છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે વોહરા સમાજનો હંમેશા મને સાથ મળ્યો.
વર્લ્ડ ઇસ્લામિક સુફી ફૉન્ફ્રેન્સ બાદ આ બીજી વખત બન્યું છે કે જ્યારે વડાપ્રધાન મોદી મુસ્લિમ સમુદાયના કોઈ મોટા કાર્યક્રમમાં સામેલ થયા હોય. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પાછળ રાજકીય દ્રષ્ટીએ કેટલું મહત્વનું છે તેના પર પણ રાજકીય વિશ્લેષકો નજર રાખી બેઠાં હતા.આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજર ઘણી જ મહત્વની છે. ૉ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion