Cyclone Tauktae: PM મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે વાવાઝોડાને લઈ કરી ટેલીફોનીક વાતચીત
સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તૌક્તે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરી ચુક્યું છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુવાના દરિયાકાંઠે તૌકતે ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે. તેને લઈ વડાપ્રધાન મોદી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.
સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તૌક્તે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરી ચુક્યું છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુવાના દરિયાકાંઠે તૌકતે ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે. તેને લઈ વડાપ્રધાન મોદી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ દીવથી 130 કિલોમીટર દૂર છે. તૌક્તે વાવાઝોડુ મુંબઈથી 165 કિલોમીટર દૂર છે. તૌક્તે વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતને આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી.
તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડું દીવથી માત્ર 130 કિ.મી દુર દરિયામાં 15 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવવાની શક્યતા છે. પવનની ગતી 185 કિ.મી પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તૌકતે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તૌકતે વાવાઝોડું 10.30 કલાકે દીવથી 190 કિલોમીટર દૂર સ્થિત હતું. જે 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં રાત્રિના 10.00 થી 11.00 કલાક દરમિયાન પ્રવેશશે અને 155 થી 185 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પ્રવેશવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શકયતા છે.