શોધખોળ કરો
Cyclone Amphan: ઓરિસ્સામાં PM મોદીએ કરી 500 કરોડના રાહત પેકેજની જાહેરાત
ભયાનક ચક્રાવાતથી થયેલા નુકશાનના કારણે પ્રધાનમંત્રી મોદીએ ઓરિસ્સાને 500 કરોડ રૂપિયા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે.
![Cyclone Amphan: ઓરિસ્સામાં PM મોદીએ કરી 500 કરોડના રાહત પેકેજની જાહેરાત PM Modi conducted aerial survey of areas affected by CycloneAmphan in Odisha Cyclone Amphan: ઓરિસ્સામાં PM મોદીએ કરી 500 કરોડના રાહત પેકેજની જાહેરાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/23025956/PM-modi-with-naveen-patnaiyak.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ બાદ પ્રધાનમંત્રી મોદીએ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભયાનક ચક્રાવાતથી થયેલા નુકશાનના કારણે પ્રધાનમંત્રી મોદીએ ઓરિસ્સાને 500 કરોડ રૂપિયા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીના હવાઈ સર્વે દરમિયાન કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત પ્રતાપ સારંગી,બાબુલ સુપ્રીયો અને દેબોશ્રી ચૌધરી પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ચક્રવાત એમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભારે નુકશાન થયું છે. લાખો લોકોને ચક્રવાતના કારણે એક જગ્યા પરથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પહેલા બંગાળ પહોંચ્યા હતા. જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ સહિત કેંદ્રિત મંત્રીઓ સાથે ચક્રવાત પ્રભાવિત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ 1 વાગ્યે પીએમ મોદી ભુવનેશ્વર પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)