શોધખોળ કરો
Advertisement
રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- મતબેન્ક માટે NPRનો થઇ રહ્યો છે વિરોધ
વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિંસાને પ્રદર્શનનું નામ આપી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં પોતાના ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિંસાને પ્રદર્શનનું નામ આપી દેવામાં આવ્યું છે. આ મામલામાં કોગ્રેસની મજબૂરી તેમને સમજાય છે. કેરલના મુખ્યમંત્રી કહે છે કે સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં ચરમપંથી તત્વોનો હાથ છે. તેમણે તેના વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. પરંતુ આશ્વર્ય થાય છે કે તે કેરલમાં જે ચીનનો વિરોધ કરે છે પરંતુ દિલ્હીમાં તેનું સમર્થન કરે છે.
વડાપ્રધાને કહ્યુ કે, શું દેશને ભ્રમિત અને ખોટી સૂચના આપવી યોગ્ય છે. શું કોઇ આ આંદોલનનો હિસ્સો હોઇ શકે છે. સીએએ પર અનેક વિરોધી પાર્ટીઓનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ડરાવવાના બદલે યોગ્ય જાણકારી આપો. વિપક્ષના કેટલાક સાથીઓ જે સાયલન્ટ હતા હવે તે વાયલન્ટ થઇ ગયા છે.PM Narendra Modi in Rajya Sabha: Kyunki ab aap vipaksh mein hain to aapke hi dwara kiya gaya NPR ab aap ko bura lagne laga hai https://t.co/2yfUUbipvv
— ANI (@ANI) February 6, 2020
મોદીએ કહ્યુ કે, 2003માં લોકસભામાં સિટિઝનશીપ એમેડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 2003માં જે સંસદની સ્ટેન્ડિંગ કમિટિએ ચર્ચા કરી અને બાદમાં તેને આગળ વધાર્યું હતું. એ કમિટિમાં કોગ્રેસના અનેક સભ્યો આજે પણ અહી બેઠા છે. વડાપ્રધાને કહ્યુ કે, વિપક્ષ વોટ બેન્ક માટે એનપીઆરનો વિરોધ કરી રહ્યું છે.PM Modi in Rajya Sabha: Kerala's CM has said that extremist groups are behind the protest demonstrations going on in the state&warned of strict action against them. How can you support the same anarchy in Delhi or other parts of country with which you are troubled in your state? pic.twitter.com/OjdEvItnqV
— ANI (@ANI) February 6, 2020
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વસ્તીગણતરી અને એનપીઆર સામાન્ય ગતિવિધિઓ છે જે દેશમાં અગાઉ પણ થતી રહી છે. પરંતુ એનપીઆરને 2010માં લાવનારા આજે લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. કોગ્રેસ અને તેના સાથી આ દેશા રાષ્ટ્ર નિર્માતાઓને પણ વોટબેન્કની રાજનીતિને કારણે ભૂલવા લાગ્યા છે. આ ચિંતાનો વિષય છે. અમારી પાસે તમારા એનપીઆરનો રેકોર્ડ છે. અમે 2014થી અહી છીએ શું અમે મુદ્દો ઉઠાવ્યો. અમે તમારા એનપીઆર રેકોર્ડનો ઉપયોગ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં કર્યો. અમે એનપીઆર રેકોર્ડને 2021ની વસ્તીગણતરી સાથે અપડેટ કરવા માંગીએ છીએ. આજે તમે વિપક્ષમાં છો તો તમારા દ્ધારા તૈયાર કરવામાં આવેલા એનપીઆર તમને ખોટું લાગી રહ્યુ છે.Congress and other Opposition parties staged walk out from Rajya Sabha after PM Narendra Modi's speech pic.twitter.com/e9Et6xCxum
— ANI (@ANI) February 6, 2020
મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદે એ આરોપ લગાવ્યો હતો કે સંસદમાં કલમ 370 હટાવવા મામલામાં ચર્ચા થઇ નહોતી. વડાપ્રધાને કહ્યું ગુલાબ નબી આઝાદે એ સમયને યાદ કરવો જોઇએ જ્યારે તેલંગણા બનાવવા માટે સંસદમાં ચર્ચા થઇ રહી હતી. સંસદના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. લાઇવ પ્રસારણ રોકી દેવાયું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહી અર્થવ્યવસ્થા પર ચર્ચા થઇ હતી. દેશમાં નિરાશ થવાનું કોઇ કારણ નથી. આજે દેશની અર્થવ્યવસ્થા સશક્ત છે. મજબૂત છે અને આગળ જવાની તાકાત ધરાવે છે.This Parliamentary session should be dedicated to economic issues, says PM Modi Read @ANI story | https://t.co/qFF7hBR9rf pic.twitter.com/d9RzK4PVGR
— ANI Digital (@ani_digital) February 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement