'મહાકુંભમાં સર્જાયેલી દૂર્ઘટના અત્યંત દુઃખદ'- પીએમ મોદી બોલ્યા હું રાજ્ય સરકારના સંપર્કમાં છું
Prayagraj Mahakumbh Stampede: દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ રહેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પીએમ મોદીએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે

Prayagraj Mahakumbh Stampede: મૌની અમાસના અવસર પર કરોડો ભક્તો અમૃત સ્નાન માટે પ્રયાગરાજ આજે મહાકુંભમાં પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ડઝનેકથી વધુ લોકોના મોત થયા હતા, અને કેટલાય લોકો ભાગદોડમાં ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓને તાત્કાલિક એમ્બ્યૂલન્સ દ્વારા હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે કહેવામાં આવી રહ્યું છે કે સંગમ નાક પર સ્નાન કરવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સ્થિતિને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યુ હતુ. હવે આ સમગ્ર ઘટના પર વડાપ્રધાન મોદીનું પ્રથમ રિએક્શન સામે આવ્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
પીએમ મોદીએ કહ્યું - પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દૂર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દૂર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…
— Narendra Modi (@narendramodi) January 29, 2025
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ રહેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પીએમ મોદીએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે. મહાકુંભમાં ભાગદોડ બાદ પ્રયાગરાજમાંથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેલવેની તૈયારીઓ વિશે પીએમ મોદીએ માહિતી માંગી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને પ્રયાગરાજમાં રેલ્વે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે માહિતી આપી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને જણાવ્યું - આજે પ્રયાગરાજથી 360 થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલ્વે મંત્રીએ પીએમ મોદીને જણાવ્યું કે પ્રયાગરાજના ઘણા રેલ્વે સ્ટેશનો પર દર 4 મિનિટે એક ટ્રેન આવી રહી છે અને રવાના થઈ રહી છે. ભીડ નિયંત્રણ માટે પ્રયાગરાજના તમામ રેલ્વે સ્ટેશનો પર RPF અને GRP કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મુસાફરોને કલર કોડના આધારે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
મહાકુંભમાં મોટી દૂર્ઘટના, પોલીસ અને તંત્રની પુરજોશમાં કામગીરી -
મહાકુંભ મેળા વિસ્તારમાં થયેલી ભાગદોડ બાદ પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. કહેવામાં આવી રહ્યું છે કે આ ભાગદોડ મોડી રાત્રે થઈ હતી. જ્યારે ભક્તો મૌની અવસ્યના અમૃત સ્નાન માટે સંગમમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા હતા. મહાકુંભ મેળામાં પહોંચેલા ઘણા શ્રદ્ધાળુઓના પરિવારના સભ્યો ગુમ થઈ ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાગદોડ પછી મહાકુંભમાં આવેલા લોકો તેમના પરિવારોથી અલગ થઈ ગયા. જે બાદ લોકોને તેમને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાકુંભમાં ઘણા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને પ્રયાગરાજની અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આવી જ એક મહિલા પોતાના પરિવારના સભ્યના ઘાયલ થવાથી દુઃખી છે. મેળામાં ભાગદોડ બાદ ઘાયલ થયેલી મહિલાને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહી છે. તેને આરામ મળે તે માટે, પોલીસ કર્મચારીઓ તેને પીવા માટે પાણી આપી રહ્યા છે. ભાગદોડ બાદ પોલીસકર્મીઓ લોકોને નિયંત્રિત કરી રહ્યા છે. જ્યારે તેમના પરિવારના સભ્યોને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. મહાકુંભમાં ભાગદોડ બાદ ભક્તો તેમના લોકોથી અલગ થઈ ગયા. જે પછી એક મહિલા ફોન પર વાત કરી રહી છે. ભાગદોડ પછી જ્યારે પીપા પુલ પર ભારે ભીડ હતી, ત્યારે ભક્તો ત્યાંથી નીચે ઉતરવા લાગ્યા. મહાકુંભમાં થયેલી ભાગદોડ પછીની પરિસ્થિતિ કંઈક આવી બની ગઈ હતી. કોઈનું પર્સ, કોઈના ચપ્પલ અને કોઈના કપડાં વેરવિખેર જોવા મળે છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
