Independence Day 2025 : ‘મોદી દિવાલ બની ઉભો છે’ ટ્રમ્પના ટેરિફ પર PM મોદીનો સૌથી મોટો સંદેશ
Independence Day 2025 :સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે, તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનો ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં

Independence Day 2025 : પીએમએ કહ્યું કે, વૈશ્વિક પરિસ્થિતિમાં, આર્થિક સ્વાર્થ દિવસેને દિવસે વધી રહ્યો છે. હું 25 વર્ષના શાસનના મારા અનુભવ પરથી કહું છું કે, આપણે આ રસ્તો પસંદ કરી લીધી છે જેથી હવે કોઈ પણ સ્વાર્થ આપણને તેની પકડમાં ફસાવી શકશે નહીં.
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે, તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનો ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં, કોઈપણ હાનિકારક નીતિ સ્વીકારશે નહીં. મોદી કોઈપણ પ્રતિકૂળ નીતિથી ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવા માટે દિવાલની જેમ ઉભા છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં કહી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈની લાઇન ટૂંકી કરવામાં આપણી ઉર્જાનો બગાડ ન કરવો એ આપણી જવાબદારી છે. હું મારા અનુભવથી કહું છું કે આપણે બીજાની લાઇન ટૂંકી કરવામાં આપણી ઉર્જાનો બગાડ કરવાની જરૂર નથી. આપણે પૂરી ઉર્જાથી આપણી લાઇન લાંબી કરવી પડશે. જો આપણે આપણી લાઇન લાંબી કરીશું, તો દુનિયા પણ આપણી તાકાતનો સ્વીકાર કરશે.
પ્રધાનમંત્રીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે, વૈશ્વિક પરિસ્થિતિઓમાં આર્થિક સ્વાર્થ દિવસેને દિવસે વધી રહ્યો છે, હું મારા 25 વર્ષના શાસનના અનુભવથી કહું છું કે જો આપણે આ રસ્તો પસંદ કરીશું, તો કોઈ સ્વાર્થ આપણને તેના ચુંગાલમાં ફસાવી શકશે નહીં.
પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં એટલી બધી તબાહી મચી ગઈ છે કે તેની ઊંઘ હરામ થઈ ગઈ છે. જો દુશ્મનો ભવિષ્યમાં કંઈ કરવાની હિંમત કરશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે અને ભારત હવે 'પરમાણુ બ્લેકમેલ' સહન કરશે નહીં.
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ 'અન્યાયી અને એકતરફી' છે જેને ભારત સ્વીકારતું નથી.
મોદીએ કહ્યું, "આજે મને ખૂબ ગર્વ છે કે, મને ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો છે. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે." વડા પ્રધાન મોદીએ કહ્યું કે, જે રીતે સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ પહેલગામમાં નરસંહાર કર્યો, તેનાથી આખું ભારત ગુસ્સાથી ભરાઈ ગયું અને આખી દુનિયા પણ સ્તબ્ધ થઈ ગઈ.





















