શોધખોળ કરો

Omicron પર  PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

PM Modi Meeting On Omicron: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ગુરુવારે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

PM Modi Meeting On Omicron: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ગુરુવારે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં, કોરોના (Corona)ની સ્થિતિ અને ઓમિક્રોન(Omicron)ના નવા વેરિઅન્ટ,  કોરોનાના રોકવા અને વ્યવસ્થાપન માટે સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયા ઉપાય, દવાઓની ઉપલબ્ધતા  સહિત સ્વાસ્થ્ય  માળખાને મજબૂત બનાવવાની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, ઓક્સિજન સિલિન્ડર (Oxygen Cylinder), વેન્ટિલેટર(Ventilator), પીએસએ પ્લાન્ટ, આઈસીયુ, ઓક્સિજન બેડ, માનવ સંસાધન, આઈટી હસ્તક્ષેપ અને રસીકરણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

અધિકારીઓએ રસીકરણ વધારવા અને ઓમિક્રોન વેરિઅન્ટની ઉપસ્થિત ધરાવતા દેશોમાં વધી રહેલા કેસ સાથે, નવા વેરિઅન્ટને લઈ વિશ્વના સ્તર પર ઉભરતી પરિસ્થિતિ અંગે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપવામાં આવી હતી,  તેમને ઓમિક્રોનના સંદર્ભમાં WHO દ્વારા ભલામણ કરાયેલ ટેકનિકલ સંક્ષિપ્ત અને પ્રાથમિકતાના પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

વડા પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારે આવનારી કોઈ પણ પરિસ્થિતી  માટે સંપૂર્ણ જાગૃત અને સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ. PM એ કહ્યું કે સરકાર સક્રિય પગલાં લેવા અને રાજ્યોને સમર્થન આપવા માટે દરેક રીતે તૈયાર છે.

વડાપ્રધાને  કહ્યું કે અમારું ધ્યાન ઝડપથી અને અસરકારક રીતે કોન્ટેક ટ્રેસિંગ, ટેસ્ટિંગ, રસીકરણ વધારવા અને આરોગ્ય માળખાને વધારવા પર છે. આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એવા રાજ્યોમાં ટીમ મોકલશે જ્યાં કોરોના રસીકરણનો દર ઓછો છે, જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને કેન્દ્રીય ટીમ એવા રાજ્યોમાં પણ જશે જ્યાં આરોગ્ય સુવિધાઓ નબળી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના 16 રાજ્યોમાંથી સામે આવેલા ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 300ને પાર  પહોંચી ગઈ છે.

ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકાર પણ તણાવમાં છે અને રાજ્યોને સતત સતર્ક રહેવા માટે કહી રહી છે. સરકારનું ટેન્શન પણ વધી રહ્યું છે કારણ કે આવનારા દિવસોમાં એટલે કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ઓમિક્રોનના કેસ વધવાનું જોખમ ઘણું વધારે છે.

બેઠકમાં કોવિડની વર્તમાન સ્થિતિ અને વલણો પર ચર્ચા કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ  ઓમિક્રોન અને  તેની તૈયારીઓ, બૂસ્ટર ડોઝ, બાળકો માટે રસી અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં  આરોગ્ય  નિષ્ણાત, ગૃહ, પીએમઓ અને નીતિ આયોગના અધિકારીઓ  હાજર હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget