શોધખોળ કરો
Advertisement
આઝાદ હિંદ સરકારની વર્ષગાંઠ પર બોલ્યા મોદી-'દેશના સપૂતોને ભૂલાવી દેવામાં આવ્યા'
નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી પરંપરા શરૂ કરતા વર્ષમાં બીજી વખત રવિવારે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠના અવસર પર લાલ કિલ્લામાં આજે ખાસ કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમમાં આઝાદ હિંદ ફોજના અનેક વયોવૃદ્ધ સ્વતંત્રતા સેનાની, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સંબંધી ચંદ્ર બોઝ પણ હાજર રહ્યા હતા. આ પહેલો પ્રસંગે હશે જ્યારે વડાપ્રધાને 15 ઓગસ્ટ સિવાય કોઈ અન્ય પ્રસંગે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો હશે. વડાપ્રધાને કહ્યુ કે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવો મારા માટે સૌભાગ્ય સમાન છે. તેમણે કહ્યું કે, આ લાલ કિલ્લો છે જ્યાં વિક્ટ્રી પરેડનું સપનું 75 વર્ષ અગાઉ નેતાજી સુભાષચંદ્ર બોઝે જોયું હતું.
વાસ્તવમાં 75 વર્ષ અગાઉ 21 ઓક્ટોબર 1943ના દિવસે સુભાષ ચંદ્ર બોઝે આઝાદ ભારતની પ્રથમ અસ્થાયી સરકાર બનાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નેતાજીએ તે સત્તા વિરુદ્ધ લડાઇ લડી હતી જેનો સૂરજ ક્યારેય અસ્ત થતો નહોતો. વડાપ્રધાને કહ્યું કે, ભારતની ગુલામીને લઇને નેતાજીના મનમાં ખૂબ દુખ હતું. આ દુખથી વ્યથિત થઇને તેમણે માત્ર 15-16 વર્ષની ઉંમરમાં જ પોતાની માતાને એક પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે, શું ભારત માતાની સ્થિતિ આવી જર્જર રહેશે.
વડાપ્રધાને આ અવસર પર કોગ્રેસ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યુ કે, આ દેશમાં એક પરિવારને મોટું બનાવવા માટે અનેકના યોગદાનને ભૂલાવી દેવામાં આવ્યું. પછી તે સરદાર પટેલ હોય , બાબા સાહેબ આંબેડકર હોય કે પછી નેતાજી. મોદીએ સુભાષ ચંદ્ર બોઝના કૈમ્બ્રિઝના દિવસોને યાદ કરતા કહ્યુ કે, સુભાષ ચંદ્ર બોઝે લખ્યુ હતું કે, અમે ભારતીયોએને એ શીખવવા માંગીએ છીએ કે યુરોપ, ગ્રેટ બ્રિટનનું મોટુ રૂપ છે. એટલા માટે આપણી આદતો યુરોપને ઇગ્લેન્ડના ચશ્માની જેમ જોવાની થઇ ગઇ છે. મોદીએ કહ્યુ કે, આજે તે નિશ્વિત રીતે કહી શકે છે કે સ્વતંત્ર ભારત બાદના દાયકાઓમાં જો દેશને સુભાષ બાબુ, સરદાર પટેલ જેવા વ્યક્તિત્વોનું માર્ગદર્શન ના મળ્યું હોત તો ભારતને જોવા માટે એ વિદેશી ચશ્મા ના હોતા, તો સ્થિતિઓ અલગ હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement