શોધખોળ કરો

'Udyami Bharat' કાર્યક્રમમાં સામેલ થયા PM Modi, કહ્યુ- MSME સેક્ટરનું સશક્ત હોવુ ખૂબ જરૂરી

PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘Udyami Bharat’ કાર્યક્રમમાં હાજરી આપી હતી

PM Narendra Modi participates in ‘Udyami Bharat’: PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘Udyami Bharat’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે 'રાઇઝિંગ એન્ડ એક્સિલરેટિંગ MSME પરફોર્મન્સ યોજના’ ‘the Capacity Building of First-Time MSME Exporters' યોજના અને the 'Prime Minister's Employment Generation Program 'ની નવી સુવિધાઓ શરૂ કરી હતી. આ કાર્યક્રમમાં જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે  ભારતની નિકાસ સતત વધે, ભારતના ઉત્પાદનો નવા બજારો સુધી પહોંચે તે માટે દેશના MSME ક્ષેત્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. અમારી સરકાર તમારી આ ક્ષમતા, આ ક્ષેત્રની અમર્યાદ શક્યતાઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે, નવી નીતિઓ બનાવી રહી છે.

તેમણે કહ્યું કે અમે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવાનો સંકલ્પ કર્યો છે. મેક ઇન ઇન્ડિયા માટે સ્થાનિક સપ્લાય ચેઇન બનાવવાનો પ્રયાસ છે, જેનાથી વિદેશો પર ભારતની નિર્ભરતા ઓછી થઈ શકે. તેથી, MSME ક્ષેત્રના વિસ્તરણ પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવી રહ્યો છે. MSME સેક્ટરને મજબૂત કરવા માટે અમારી સરકારે છેલ્લા આઠ વર્ષમાં બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. એટલે કે, અમારા માટે MSME નો અર્થ છે - Maximum Support to Micro Small and Medium Enterprises.

MSME સેક્ટરને સશક્ત કરવાની જરૂર

PM એ વધુમાં કહ્યું કે જો ભારત આજે 100 રૂપિયા કમાય છે તો 30 રૂપિયા MSME સેક્ટરમાંથી આવે છે. MSME ક્ષેત્રને સશક્ત બનાવવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો. વિકાસના ફાયદામાં દરેકને સહભાગી બનાવવું જોઇએ. આજે સમગ્ર વિશ્વ ભારતના અર્થતંત્રની ગતિથી પ્રભાવિત છે અને આ ગતિમાં આપણું MSME ક્ષેત્ર મોટી ભૂમિકા ભજવે છે. તેથી, આજે માઇક્રો ઇકોનોમીની મજબૂતી માટે MSME પણ જરૂરી છે. આજે ભારત જે નિકાસ કરી રહ્યું છે તેમાં MSMEનો મોટો હિસ્સો છે.

પીએમએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, અમે સુનિશ્ચિત કર્યું છે કે આ ઉદ્યોગો વધુ આગળ વધે. જો કોઈ પણ ઉદ્યોગ વિકાસ, વિસ્તરણ કરવા માંગતો હોય તો સરકાર તેને માત્ર સમર્થન જ નથી આપી રહી, પરંતુ નીતિઓમાં જરૂરી ફેરફારો પણ કરી રહી છે. 200 કરોડ સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડર ન કરવાનો અમારી સરકારનો નિર્ણય છે. આમાં તમારી પાસે એક રીતે આરક્ષણ છે. તમારે એવું કામ કરીને બતાવવું પડશે કે સરકારે 500 કરોડ રૂપિયા સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડર પર પ્રતિબંધ મૂકવો પડે.

PM એ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં MSME સેક્ટર એટલો વિસ્તર્યો છે કારણ કે અમારી સરકાર દેશના MSME ઉદ્યોગસાહસિકો, કુટીર ઉદ્યોગો, હેન્ડલૂમ્સ, હેન્ડીક્રાફ્ટ જેવા સહયોગીઓ પર વિશ્વાસ કરે છે. અમે કેવી રીતે પરિવર્તન લાવ્યા છીએ તેનું ઉદાહરણ છે Prime Minister's Employment Generation Program. આ યોજના 2008 માં અમલમાં આવી હતી જ્યારે દેશ અને સમગ્ર વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે આગામી ચાર વર્ષમાં લાખો નોકરીઓનું સર્જન થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget