શોધખોળ કરો
Advertisement
'પાકિસ્તાનને તો અમે 10 દિવસમાં હરાવી દઇશુ' -NCC કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ દિલ્હીમાં એનસીસી કેડેટના કાર્યક્રમને સંબોધિત કરતાં આતંક અને પાકિસ્તાન સામે નિશાન સાધ્યુ હતુ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નેશનલ કેડેટ કૉર (એનસીસી)ના એક કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંક અને પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ આતંકને પોષનારા પાકિસ્તાનને તેનુ નામ લીધા વિના કહ્યું કે, અમે તેમને એક અઠવાડિયા કે 10 દિવસમાં હરાવી દઇશુ.
એનસીસી કાર્યક્રમમાં પીએમ મોદીએ આડકતરી શબ્દોમાં કહ્યું કે અમને પાકિસ્તાનને હરાવવા એક સપ્તાહ કે 10 દિવસનો જ સમય લાગશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ભારત સામે ત્રણ-ત્રણ વાર યુદ્ધ હારી ચૂક્યુ છે. પીએમે કહ્યું પાડોશી દેશ પ્રૉક્સી વૉર લડી રહ્યું છે.
કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીર ભારતનુ મુગટમણી છે, 70 વર્ષ બાદ ત્યાંથી કલમ 370ને હટાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ આપણો પાડોશી દેશ આપણી સામે ત્રણ-ત્રણ વાર યુદ્ધ હારી ચૂક્યો છે, આપણી સેનાઓને તેમને હરાવવામાં 10 દિવસનો પણ સમય નહીં લાગે. આજે યુવાનો વિચારી રહ્યા છે, યુવા માણસ સાથે દેશ આગળ વધી રહ્યો છે અને એટલા સર્જિકલ સ્ટ્રાઇકલ કરીએ છીએ, એરસ્ટ્રાઇક કરીએ છીએ. આતંક અને તેને પોષનારાઓને તેમના જ ઘરમાં ઘૂસીને મારીએ છીએ.
મોદીએ કહ્યું કે, આજે દુનિયામાં આપણા દેશની એક ઓળખ છે, યુવા દેશ છે. દેશમાં 65 ટકા લોકોથી વધુ 35 વર્ષથી ઓછી ઉંમરના છે. દેશની વિચારસરણી યુવા છે તેનો આપણને ગર્વ હોવો જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement