શોધખોળ કરો
Advertisement
PM મોદી બોલ્યા- નામદારોની આદત છે, કામદારો પ્રત્યે નફરત ફેલાવવી
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા 25 લાખ ચોકીદારો સાથે ઓડિયો સંવાદથી વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું, કેટલાક લોકો ચોકીદારોને ચોર કહી રહ્યાં છે, જે દુખની વાત છે. ચોકીદાર માટે ડ્યૂટી જ તહેવાર બની જાય છે. બુરાઈ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે સમગ્ર દેશ ચોકીદાર બનવાની શપથ લઈ રહ્યો છે. તેમણે કહ્યું, દેશ સેનાના પરાક્રમને સલામ કરી રહ્યો છે, એર સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવનારાને જવાબ મળી ગયો છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને હોળીની શુભેચ્છા આપી અને ચોકીદારોને કહ્યું તેઓ સજાગ રહેશે તો ભ્રષ્ટાચાર પર લગામ લાગશે, ગરીબી ખત્મ ન થાય ત્યાં સુધી ચોકીદાર આરામથી નહી બેસે, આજે ચોકીદાર શબ્દ દેશભક્તિનો પર્યાય બની ગયો છે.PM Modi in interaction with security guards across the country: You must have noticed that these days everywhere it is you who is being discussed, be it TV or social media, be it in India or abroad. Today every Indian is saying 'Main bhi Chowkidaar' https://t.co/3mpxPbAzJ8
— ANI (@ANI) March 20, 2019
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશમાં સૌથી પહેલાં ચોકીદારીનું કામ કરનાર, સરહદ પર કામ કરનાર, પોલીસના જવાનોની માફી માંગુ છું. કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અનાપ શનાપ બોલવાનું શરૂ કર્યું છે, તેમણે દરેક ચોકીદારને ચોર કહી દીધા. પીએમ મોદીએ કહ્યું, આપણે નિષ્ઠાપૂર્વક આપણી જવાદારી નિભાવવાની છે. આજે આખો દેશ ચોકીદાર હોવાની શપથ લઈ રહ્યાં છે. ઇમાનદારીથી કામ કરવાનો પર્યાય થઈ રહ્યો છે. આ નામદારોની આદત છે, કામદારો પ્રત્યે નફરત ફેલાવવી. કામદાર કઈ પણ કરે, વડાપ્રધાન પણ બની જાય તો પણ આ લોકો આવી રીતે જ અપમાનિત કરશે.PM Modi in interaction with security guards across the country: I want to apologise as some people in last few months for their vested interests have run a disinformation campaign against 'chowkidaars'. It is unfortunate that language of these people has hurt you. pic.twitter.com/Posq3sg6VS
— ANI (@ANI) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement