PM Modi Gujarat Visit Live: PM મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
Pm Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી ત્રીજી વખત PM બન્યા બાદ પહેલી વખત ગુજરાતના પ્રવાસે છે. જાણીએ 2 દિવસ દરમિયાનનો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે અને કયાં વિકાસ કાર્યોની આપશે ભેટ
LIVE
![PM Modi Gujarat Visit Live: PM મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ PM Modi Gujarat Visit Live: PM મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/16/8d0ca982bb5e0aeaa1d43157b8fa50a4172648440282578_original.jpg)
Background
Pm Modi Gujarat Visit: PM મોદી કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઉલ્લખનિય છે કે, ત્રીજા વાર વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ પહેલી ગુજરાતની મુલાકાત છે. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી મેટ્રો રેલમાં પ્રવાસ કરશે, રવિવારે 4.30 વાગ્યે વડસર એયરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી તો આજે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે, ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમિટને પણ સંબોધિત કરશે. તો બપોરે 1.30 વાગ્યે લોકાર્પણ કરી મેટ્રો રેલની સફર કરશે. પીએમ મોદી તેમના જન્મદિવસની સવારે અમદાવાદથી ભુવેનેશ્વર જવા રવાના થશે.
વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોમાં ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સ્પો 2024નું ઉદ્ઘાટન અને અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો સમાવેશ થાય છે. વંદે ભારત ટ્રેનો કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે.
મેટ્રો રેલ સેવાના બીજા તબક્કામાં ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવશે.
ભારતની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન વારાણસી અને દિલ્હી વચ્ચે દોડશે. પીએમ મોદી ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને બીજા તબક્કામાં મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છમાં 30 મેગાવોટ સોલાર સિસ્ટમ, 35 મેગાવોટ બેસ સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં પાવર સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
प्रधानमंत्री श्री @narendramodi के 16 सितंबर को गुजरात में सार्वजनिक कार्यक्रम।
— BJP (@BJP4India) September 15, 2024
लाइव देखें:
📺https://t.co/ZFyEVldUYK
📺https://t.co/vpP0MInUi4
📺https://t.co/lcXkSnNPDn
📺https://t.co/4XQ2GzqK1N pic.twitter.com/icWrfkz4S8
રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું હતું કે "ઝારખંડમાં યાદગાર કાર્યક્રમો પછી હું અમદાવાદ પહોંચ્યો. હું 16 સપ્ટેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.
60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો
પ્રધાનમંત્રી મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતા કહ્યું, 60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી વખત એક જ સરકારને કામ કરવાની તક પૂરી પાડી છે. ત્રીજી ટર્મમા અભૂતપૂર્વ નિર્ણયો લેવાની મે ગેરંટી આપી હતી.
PM મોદીએ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે.
PM મોદીએ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of multiple development projects worth more than Rs. 8,000 crores in Gujarat's Ahmedabad. pic.twitter.com/9RZhyg4Bvs
— ANI (@ANI) September 16, 2024
પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે
#WATCH | Gujarat CM Bhupendra Patel and other Ministers of the state felicitate Prime Minister Narendra Modi, at an event in Ahmedabad
— ANI (@ANI) September 16, 2024
The PM will inaugurate and lay the foundation stone of multiple development projects worth more than Rs. 8,000 crores here. pic.twitter.com/dNGs7NNrn1
લીલી ઝંડી બતાવી PM મોદીએ મેટ્રો ટ્રેનનું કરાવ્યું પ્રસ્થાન, ટ્રેનમાં કરી મુસાફરી
પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ મુસાફરી કરી,
જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ
જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ આજેગાંધીનગર-અમદાવાદના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. આજથી મેટ્રો ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ દોડશે. આજે તેઓ ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે, આટલું જ નહિ તેઓ ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરશે. 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)