(Source: ECI/ABP News/ABP Majha)
Blast in Jammu: PM મોદીની રેલી પહેલા જમ્મુના એક ગામમાં બ્લાસ્ટ, જમીનમાં પડી ગયો દોઢ ફૂટનો ખાડો
આ વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાલમાં પોલીસનું કહેવું છે કે બિશ્નાહના લાલિયન ગામમાં ખુલ્લી ખેતીની જમીનમાં ગામલોકોએ એક શંકાસ્પદ વિસ્ફોટની જાણ કરી હતી.
PM Jammu Kashmir Visit: વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરની મુલાકાતના થોડા કલાકો પહેલા જ જમ્મુમાં એક શંકાસ્પદ બ્લાસ્ટના કારણે ગભરાટ ફેલાયો હતો. રવિવારે સવારે થયેલા આ બ્લાસ્ટથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, બ્લાસ્ટ જમ્મુના બિશ્નાહના લલિયાના ગામમાં થયો હતો. તે PMની રેલી સ્થળથી 7 થી 8 KMના અંતરે સ્થિત છે. આ સાથે જ આ વિસ્ફોટને કારણે જમીનમાં દોઢ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
આ વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાલમાં પોલીસનું કહેવું છે કે બિશ્નાહના લાલિયન ગામમાં ખુલ્લી ખેતીની જમીનમાં ગામલોકોએ એક શંકાસ્પદ વિસ્ફોટની જાણ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં વીજળી પડવાની કે ઉલ્કા પડવાની શક્યતા છે. અમારી તપાસ ચાલુ છે.
Jammu | "Suspected blast" reported by villagers in open agricultural land in Lalian village, Bishnah
— ANI (@ANI) April 24, 2022
Suspecting it to be a lightning strike or a meteorite; Investigation is underway, say police. pic.twitter.com/6PFaD8hHN0
શુક્રવારે હુમલો કરવાનો પ્રયાસ થયો હતો
જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા શુક્રવારે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલાની યોજના ઘડી હતી, પરંતુ CISFની તત્પરતાએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, એન્કાઉન્ટરમાં CISFનો એક અધિકારી પણ શહીદ થયો હતો. આ એન્કાઉન્ટર સુંજવાનમાં થયું હતું.
આ પણ વાંચોઃ
વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ