શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી PM મોદીએ કહ્યું- ફિટનેસ માત્ર શબ્દ નથી પરંતુ સ્વસ્થ જીવન જીવવાની જરૂરી શરત છે

દિલ્હીના ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યકર્મમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, મનોજ તિવારી, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સહિત અનેક સેલિબ્રિટી હાજર રહ્યા.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. ખેલ દિવસના અવસર પર આ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. ન્યૂ ઈન્ડિયના દરેક નાગરિકને ફિટ બનાવવાનો લક્ષ્ય છે. દિલ્હીના ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યકર્મમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, મનોજ તિવારી, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સહિત અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા. અભિયાનની શરૂઆત કરાવી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશને સ્વસ્થ બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજના દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં મહાન સ્પોર્ટ્સપર્સન મળ્યા હતા. આજે દેશ તેમને નમન કરી રહ્યો છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ દ્વારા હેલ્ધી હેન્ડિયાના દિશામાં મહત્વપૂર્ણ પગલું  ભરવામાં આવી રહ્યું છે. પીએમે કહ્યું, અમારી સરકારે ખેલ જીવનને વધારે સારું બનાવવા અનેક પગલાં ભર્યા છે. ફિટનેસ માત્ર શબ્દ નથી પરંતુ સ્વસ્થ જીવન જીવવાની જરૂરી શરત છે. સ્વસ્થ અને ફિટ રહેવાનો ફંડા આપણા પૂર્વજોના સમયથી ચાલ્યો આવી રહ્યો છે. આ દરમિયાન તેમણે સંસ્કૃતનો શ્લોક સંભળાવી ફિટનેસના ફાયદા જણાવ્યા હતા.  ફિટનેસ આપણા જીવનનું અભિન્ન અંગ રહ્યું છે પરંતુ સમયની સાથે ફિટનેસને લઇ સમાજમાં ઉદાસીનતા આવી રહી છે. પહેલા સ્વાસ્થ્યથી તમામ કામ પૂરા થતા હતા પરંતુ હવે સ્વાર્થથી તમામ કામ પૂરા થવા લાગ્યા છે. થોડા વર્ષો પહેલા વ્યક્તિ 8-10 કિલોમીટર પગપાળા ચાલીને જતા હતા,  પરંતુ આજે ટેકનોલોજીએ આપણી એવી હાલત કરી દીધી છે કે આપણે ચાલીએ છીએ ઓછું અને ટેકનોલોજી આપણે કેટલા સ્ટેપ્સ ચાલ્યા તે બતાવે છે. હજુ પાંચ હજાર સ્ટેપ્સ નથી થયા, બે હજાર સ્ટેપ્સ નથી થયા, થોડું વધારે ચાલો. આજે ભારતમાં અનેક પ્રકારની બીમારી વધી રહી છે. આજે 30 વર્ષના યુવકને પણ હાર્ટ એટેક આવે છે. તેમણે કહ્યું કે આપણી લાઇફ સ્ટાઇલના કારણે આમ થઈ રહ્યું છે. સરકાર તેનું કામ કરશે પરંતુ દરેક પરિવારે આ અંગે વિચારવું જોઈએ. અનેક દેશો ફિટનેસને લઈ મોટા અભિયાન ચલાવી રહ્યા છે. કેટલાક દેશોએ ફિટનેસને લઈ તેમનો લક્ષ્ય પણ નક્કી કર્યો છે. નવા ભારતના નાગરિક પણ ફિટનેસ તરફ ધ્યાન આપે. સફળતા અને ફિટનેસ એકબીજા સાથે સંકળાયેલાછે. તમે કોઈપણ ક્ષેત્ર લો, તમારા આઇકોન્સને જોવો, તેમની સકસેસ સ્ટોરી જોવો, પછી તે સ્પોર્ટમાં હોય, ફિલ્મોમાં હોય કે બિઝનેસમાં હોય, તેમાંથી મોટાભાગના ફિટ છે. જ્યારે ફિટનેસ તરફ આપણે ધ્યાન આપીએ છીએ, ફિટ રહેવાની કોશિશ કરીએ છીએ, તો તેમાં આપણને આપણી બોડીને સમજવાનો મોકો મળે છે. આપણે આપણા શરીર અંગે, આપણી તાકાત, આપણી નબળાઈઓ અંગે ખૂબ ઓછું જાણીએ છીએ જે આશ્ચર્યની વાત છે. આ અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીએ 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે અને તેને કોલેજ-યુનિવર્સિટીની પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ કરવો પડશે. તાજેતરમાં જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલંપિક સંઘ, રાષ્ટ્રીય ખેલ સંઘ, સરકારી અધિકારી, ખાનગી એકમો અને પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી. ખેલ અને યુવા મામલા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, લોકોની ફિટનેસમાં સુધારો કરી શકાય તે માટે શારીરિક ગતિવિધિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરવામાં આવશે. અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ન બની શકવા બદલ માઇક હેસને શું કહ્યું? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોતગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપPatidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Embed widget