'આ કરોડો દેશવાસીઓનો પ્રેમ અને વિશ્વાસ...', ABP નો વીડિયો શેર કરતા બોલ્યા PM મોદી
પાલમ એરપોર્ટ (Palam Airport) પર ગુરુવારે (25 મે) ના પીએમ નરેંદ્ર મોદીના સ્વાગત માટે પહોંચેલા એક યુવકે એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીના ખૂબ જ વખાણ કર્યા હતા.
PM Modi Tweet: પાલમ એરપોર્ટ (Palam Airport) પર ગુરુવારે (25 મે) ના પીએમ નરેંદ્ર મોદીના સ્વાગત માટે પહોંચેલા એક યુવકે એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીના ખૂબ જ વખાણ કર્યા હતા. તેના પર પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ યુવકના શબ્દોને નવી ઉર્જા આપનારા અને પ્રેરિત કરનારા બતાવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ એબીપી ન્યૂઝનો વીડિયો શેર કરતા ટ્વિટ કર્યું કે આ કરોડો દેશવાસીઓનો પ્રેમ અને વિશ્વાસ જ છે, જે મને નવી ઉર્જાથી ભરી આપે છે અને દરેક સમયે દેશ સેવા કરવા માટે પ્રેરિત કરે છે.
નઝફગઢના રહેનારા નુર્શીદ અલી ગુરુવારે સવારે 3 વાગે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા. તેણે પીએમની એક તસવીર પણ બનાવી હતી, જેની સાથે તે ત્યાં ઉભા હતા. પોતાને પીએમ મોદીના સમર્થક ગણાવતા નુર્શીદ અલીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી તેઓ પીએમ નરેન્દ્ર મોદી સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
'પ્રધાનમંત્રીએ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું'
તેણે કહ્યું કે હું પીએમ મોદીને એટલે પસંદ કરું છું કારણ કે તેમણે વિશ્વભરમાં મારા દેશનું નામ રોશન કર્યું છે. વડાપ્રધાન મોદી ત્રણ દેશોની છ દિવસની યાત્રા પૂર્ણ કરીને ગુરુવારે સવારે દિલ્હી પરત ફર્યા હતા. ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા સ્વદેશ પરત આવતા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ये करोड़ों देशवासियों का प्रेम और विश्वास ही है, जो मुझे नई ऊर्जा से भर देता है और हर पल देश सेवा के लिए प्रेरित करता है। https://t.co/twvuQ2yhh0
— Narendra Modi (@narendramodi) May 25, 2023
પ્રધાનમંત્રીએ કર્યું હતું સંબોધન
પાલમ એરપોર્ટની બહાર તેમના સ્વાગત માટે એકઠા થયેલા લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ વિદેશમાં ભારત અને તેના લોકોની તાકાત વિશે વિશ્વાસ સાથે બોલે છે અને દુનિયા સાંભળે છે કારણ કે અહીંના લોકોએ પૂર્ણ બહુમતની સરકારને ચૂંટી છે. પીએમએ કહ્યું કે વિશ્વના નેતાઓ જાણે છે કે તેઓ જે બોલે છે તે ભારતના 140 કરોડ લોકોનો અવાજ છે.