PM Modi Shimla Visit: શિમલામાં રોડ શો દરમિયાન હીરાબાનું પેઈન્ટિંગ લઈને ઉભેલી યુવતી પાસે પહોંચી ગયા પીએમ મોદી, કરી ખાસ વાત, જુઓ વીડિયો
PM Modi Shimla Visit: શિમલા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો. આ દરમિયાન તેમણે ગાડીમાંથી ઉતરીને લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું
PM Modi Shimla Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિનો 11 મો હપ્તો શિમલાના ઐતિહાસિક રિજ ગ્રાઉન્ડથી ખેડૂતોના ખાતામાં જમા કર્યો હતો. બટન દબાવીને 10 કરોડ ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે પણ વાત કરી હતી.
શિમલા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો. આ દરમિયાન તેમણે ગાડીમાંથી ઉતરીને લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું. મોદીની ઝલક મેળવવા આવેલી એક મહિલા તેની સાથે પ્રધાનમંત્રીના માતાશ્રી હીરાબાની તસવીર લઈને આવી હતી. જેના પર તેમની નજર જતાં તેઓ સીધા તેની પાસે પહોંચી ગયા હતા અને તસવીર સ્વીકારી વાત કરી હતી. મોદીએ તેમને પૂછ્યું કે ક્યાં રહો છો અને કેટલા દિવસમાં બનાવ્યું ? જેના જવાબમાં મહિલાએ કહ્યું અહીંયા જ રહું છું અને એક દિવસમાં જ બનાવ્યું છે.
આજે દેશમાં ગરીબોની હાલત ઘણી સારી છે: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ સરકારના 8 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મારો સંકલ્પ છે કે દરેક ભારતીયના સન્માન માટે, દરેક ભારતીયની સુરક્ષા માટે, દરેક ભારતીયની સમૃદ્ધિ માટે, ભારતના લોકોને સુખ-શાંતિનું જીવન કેવી રીતે મળી શકે, હું દરેકના કલ્યાણ માટે મારાથી બનતું બધું કેવી રીતે કરી શકું. 2014 પહેલા ટીવી પર, છાપામાં લૂંટની વાત થતી હતી. લૂંટ, ભ્રષ્ટાચાર, કૌભાંડ, અમલદારશાહી, સગાવાદની વાતો થતી હતી.અટવાયેલી અને અટકી પડેલી યોજનાઓની વાતો થતી હતી.આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું ગર્વથી કહું છું કે, આજે દેશમાં ભાગ્યે જ કોઈ એવો ગરીબ પરિવાર હશે જે કોઈ યોજના સાથે નહીં સંકળાયેલો હોય.
દાયકાઓ સુધી દેશમાં વોટબેંકનું રાજકારણ ચાલતું રહ્યું: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પીએમ આવાસ યોજના હોય, સ્કોલરશિપ આપવાની હોય કે પેન્શન સ્કીમ હોય, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારનો વ્યાપ ઓછો કર્યો છે. અગાઉ જે સમસ્યાઓ કાયમી ગણાતી હતી તેનો કાયમી ઉકેલ લાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. "આપણા દેશમાં દાયકાઓથી વોટબેંકનું રાજકારણ ચાલી રહ્યું છે. વોટબેન્ક બનાવવાની રાજનીતિએ દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અમે વોટબેંક બનાવવાનું કામ નથી કરી રહ્યા, અમે નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.