શોધખોળ કરો
Advertisement
ગલવાન ઘાટીમાં જવાનોની શહીદી પર PM મોદીએ કહ્યું - દેશના જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય
પીએમ મોદીએ કહ્યું, દેશના શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. ભારતે હંમેશા પોતાના પાડોશીઓ સાથે સહયોગ અને મિત્રતાનો વ્યવહાર રાખ્યો છે.
નવી દિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદમાં ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ 20 જવાનોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમની શહીદી વ્યર્થ થઈ જાય. વીર જવાનોના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે, આપણા જવાનો મારતા મારતા શહીદ થયા છે.
પીએમ મોદીએ કહ્યું, દેશના શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને ભારતે હંમેશા પોતાના પાડોશીઓ સાથે સહયોગ અને મિત્રતાનો વ્યવહાર રાખ્યો છે. આપણે ક્યારેય પણ કોઈને ઉશ્કેરતા નથી પરંતુ પોતાના દેશની સંપ્રભુતા અને અખંડતા સાથે સમજૂતી નથી કરતા. દેશની રક્ષાની સાથે સાથે તેની અંખડતા અને સંપ્રભુતા બનાવી રાખવા આપણે સક્ષમ છે.
વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે આજે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા ચાલી રહેલી મીટિંગમાં ગલવાન ઘાટીમાં શહીદ સૈનિકો માટે બે મિનિટ મૌન પાડ્યું હતું.
પીએમ મોદીએ વિશ્વાસ અપાવતા કહ્યું કે, દેશના શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને જ્યારે પણ સમય આવ્યો છે ત્યારે દેશની રક્ષા અનં સંપ્રભુતાને બનાવી રાખવા માટે કડક પગલા ઉઠાવ્યા છે. તેની રક્ષા કરવા માટે આપણને કોઈ રોકી નહીં શકે અને આ મામલે કોઈને પણ થોડો પણ ભ્રમ કે શંકા ન હોવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion