PM Modi શીખ ગુરુ તેગ બહાદુરના પ્રકાશ પર્વ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.
New Delhi : કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.આ સિવાય પીએમ મોદી એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.
કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ એક પ્રેસમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વમાં ભાગ લેશે. વડાપ્રધાન આ પ્રસંગે એક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે."
PM Modi will release commemorative coin, postage stamp on 400th Parkash Purab of Sikh guru Tegh Bahadur: Culture Ministry
— Press Trust of India (@PTI_News) April 18, 2022
20-21 એપ્રિલના રોજ યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. ગૃહપ્રધાન અમિત શાહ 20 એપ્રિલે કાર્યક્રમની શરૂઆત કરશે. જેમાં લાઇટ એન્ડ સાઉન્ડ પરફોર્મન્સ તેમજ યુવાનોની આગેવાનીમાં શબદ કીર્તનનો સમાવેશ થશે.
આ પ્રસંગે 400 રાગીઓ દ્વારા શબદ કીર્તન કરવામાં આવશે. રાગી એક સંગીતકાર છે જે શ્રી ગુરુ ગ્રંથ સાહિબની સૂચનાઓ અનુસાર વિવિધ રાગોમાં સ્તોત્રો (શબદ) નો પાઠ કરે છે.
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરશે. એક નિવેદન અનુસાર, કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ ઉપમહાદ્વીપ અને વિદેશની અન્ય નોંધપાત્ર હસ્તીઓ ઉજવણીમાં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે શીખ ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ (જન્મ તારીખ)ની ઉજવણી કરવામાં આવશે.
1621માં શીખોના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુરનો જન્મ અમૃતસરમાં થયો હતો. 1675માં મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા દિલ્હીમાં તેની હત્યા કરવામાં આવી હતી.લાલ કિલ્લાની નજીક સ્થિત પ્રસિદ્ધ ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ તે સ્થળ પર બનાવવામાં આવ્યું હતું જ્યાં ગુરુ તેગ બહાદુરને ફાંસી આપવામાં આવી હતી.