પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરોના સંક્રમિત પાક પીએમ ઈમરાન ખાનના જલ્દી સ્વસ્થ થવાની કરી કામના
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 68 વર્ષના ઈમરાન ખાન શુક્રવારે કોરોના સંક્રમિત થયા. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ આ વાતની જાણકારી આપી છે. તેના એક દિવસ પહેલા જ તેમણે ગુરુવારે સાઈનોફાર્મ કોવિડ 19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પાકિસ્તાનના પીએમ ઘરે જ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન કોરોના સંક્રમિત થયા બાદ તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. કોરોના રસી લીધાના એક દિવસ બાદ જ પીએમ ઈમરાન ખાન કોરોના સંક્રમિત થયા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કર્યું, 'પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કોરોના સંક્રમણથી જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છું.'
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 68 વર્ષના ઈમરાન ખાન શુક્રવારે કોરોના સંક્રમિત થયા. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ આ વાતની જાણકારી આપી છે. તેના એક દિવસ પહેલા જ તેમણે ગુરુવારે સાઈનોફાર્મ કોવિડ 19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પાકિસ્તાનના પીએમ ઘરે જ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે.
પ્રાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, તેમના સ્ટાફ અને અન્ય મળનાર લોકોનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ઇમરાન ખાનમાં માત્ર કોવિડના સામાન્ય લક્ષણો જ છે. તેમની સ્થિતિ સામાન્ય છે. ઇમરાન ખાનમાં કોઇ ગંભીર લક્ષણ જોવા નથી મળ્યાં ઇમરાન ખાનને કોઇ ગંભીર લક્ષણો ન જણાતા તેઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હોમ ક્વોરોન્ટાઇન થયા છે.
ઈમરાન ખાને ગુરુવારે કોરોના રસી લગાવ્યા બાદ લોકોને મહામારીના સંક્રમણને રોકવા નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.
પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે અને 13 હજાર 799 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનિય છે કે, ચીનની ફાર્માસ્યૂટિકલ કંપની સિનોફાર્મ (Sinopharm) એ પાકિસ્તાનને કોરોના રસીના ડોઝ આપ્યા છે. ચીને પાકિસ્તાનને ફાર્માસ્યૂટિકલ કંપની સિનોફાર્મ (Sinopharm) વેક્સિન વેક્સિન Sinconvac sinopharm પહોંચાડી છે. જો કે આ વેક્સિન લીધાના બીજા દિવસે ઇમરાન ખાન કોરોના સંક્રમિત થયા છે. નિષ્ણાતોના મત મુજબ વેક્સિનેશનના બંને ડોઝ લીધાના 30 દિવસ બાદ વેક્સિનેશનનો શરીર પર પ્રભાવ જોવા મળે છે. આ સમયગાળા પહેલા વેક્સિનેટ થયેલ વ્યક્તિ પણ સંક્રમિત થઇ શકે છે.